સાહેબના સપનામાં આવી માએ કહ્યું, તું નૌટંકી કરી રહ્યો છે
બિહાર કોંગ્રેસના એકસ હેન્ડલ દ્વારા પોસ્ટ કરાયેલા 36 સેક્ધડના એઆઇ જનરેટેડ વીડિયોથી બબાલ
બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માને ગાળો આપવા પર થયેલા હોબાળા બાદ, બિહાર કોંગ્રેસે તેના એકસ હેન્ડલ પર AI જનરેટેડ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પછી, બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
36 સેક્ધડના AI જનરેટેડ આ વીડિયોમાં પીએમ મોદી જેવા દેખાતા એક શખસ અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન જેવા દેખાતા એક મહિલા દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- સાહેબના સપનામાં આવી મા.
આ પછી, બે પાત્રો બતાવવામાં આવ્યા છે. જેમાં એક વૃદ્ધ સ્ત્રી (પીએમની માતા જેવા દેખાતા) એક પુરુષના સપનામાં આવે છે (પીએમ જેવા દેખાતા). તે કહે છે, અરે દીકરા, પહેલા તેં મને નોટબંધીની લાઈનોમાં ઉભી રાખી. તેં પગ ધોતી રીલ બનાવડાવી અને હવે તું બિહારમાં મારા નામે રાજકારણ કરી રહ્યો છે.
તું મારા અપમાન કરતા બેનરો અને પોસ્ટરો છાપી રહ્યો છો. તું ફરીથી બિહારમાં નૌટંકી કરી રહ્યો છે. રાજકારણના નામે કેટલી હદ વટાવીશ? ભાજપે આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના AI વીડિયો પોસ્ટ પર કહ્યું, આના માટે સામાજિક અને કાનૂની સજા હોવી જોઈએ. મોદીજીની માતાનો AI વીડિયો બનાવવો ખૂબ જ ખોટું છે. તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ થવો જોઈએ, તપાસ થવી જોઈએ. શેર કરાયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનની માતા તેમના સપનામાં આવે છે અને તેમને કહે છે કે, રાજકારણ માટે તું કેટલી હદ વટાવીશ? ભાજપે આ વીડિયોને વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ વાંધાજનક ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે રાજકીય ચર્ચાનું સ્તર નીચું કરીને બધી હદો વટાવી દીધી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, પરાહુલ ગાંધી હવે ખૂબ જ નીચલી કક્ષાની હદ વટાવી ચૂક્યા છે. જેમ તેમની નકલી માતા છે, પોતાની માતાના ઈજ્જતની કોઈ પરવા નથી. તેઓ બીજાની માતાને કેવી રીતે સન્માન આપશે? આ 36 સેક્ધડનો AI જનરેટેડ વીડિયો બિહાર કોંગ્રેસના ડ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આના 12 કલાક પહેલા, બિહાર ભાજપના ડ તરફથી એક એઆઈ જનરેટેડ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મીડિયા સાથે વાત કરતા દર્શાવવામાં આવ્યા હતા.
વીડિયોમાં મુખ્યમંત્રીના ચહેરા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ બંને રાહુલના ઙખ બનવા અને તેજસ્વીના ઈખ બનવા પર ચર્ચા કરતા જોવા મળે છે.
કોંગ્રેસે શરૂ કરી આંતરીક તપાસ: જવાબદારી નક્કી થશે
બિહાર કોંગ્રેસ એકમે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિવાદાસ્પદ AI-જનરેટેડ વિડિઓની આંતરિક તપાસ શરૂૂ કરી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીને દર્શાવવામાં આવ્યા હતા. ભાજપ તરફથી વ્યાપક પ્રતિક્રિયા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે, જેણે આ કૃત્યને ઘૃણાસ્પદ અને દેશની તમામ માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી પહેલા નક્કી કરશે કે આગળની કાર્યવાહી કરતા પહેલા સામગ્રી શેર કરવા માટે કોણ જવાબદાર હતું.