કાર સેકટરમાં ટાટા મોટર્સ બની દેશની નંબર વન કંપની, મારૂતિ ગ્રૂપને પાછળ છોડયું
ટાટા ગ્રુપ પણ 400 અબજ ડોલરની મૂડી સાથે અંબાણી-અદાણી કરતા આગળ
ટાટા મોટર્સે મોટી સફળતા મેળવતા દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપ 48 અબજ ડોલરના આંકડાને પાર કરી ગયું છે. બીજી તરફ, મારુતિ સુઝુકીનું માર્કેટ કેપ હાલમાં 47.6 અબજ ડોલર જ છે. આની સાથે જ ટાટા મોટર્સ માર્કેટ કેપના હિસાબે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની બની ગઈ છે.
આની સાથે જ ટાટા ગ્રુપની કાર નિર્માતા કંપની હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં 388મા નંબર પર આવી ગઈ છે.
આ પહેલા શુક્રવારે ટાટા ગ્રુપે અંબાણી અને અદાણીને પાછળ છોડીને 400 અબજ ડોલરના પહેલા ભારતીય વ્યાવસાયિક ગ્રુપ બનવાનું ગૌરવ મેળવ્યું હતું. મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ 277 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને અને ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ 206 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. જોકે, જો આપણે વિશ્વની 10 સૌથી મોટી કાર કંપનીઓ પર નજર કરીએ તો તેમાં ભારતની કોઈ પણ કંપની સામેલ નથી. સીએનબીસીના રિપોર્ટ અનુસાર, ટાટા મોટર્સનું આ યાદીમાં 12મું સ્થાન છે.
એલોન મસ્કના નેતૃત્વ હેઠળની અમેરિકન કંપની ટેસ્લા 704 અબજ ડોલરનું માર્કેટ કેપ મેળવી ચૂકી છે.
જાપાનની ટોયોટાનું માર્કેટ કેપ 299 અબજ ડોલર આંકવામાં આવે છે. આ વર્ષે કંપનીના શેર લગભગ 13 ટકા ઉપર જઈ ચૂક્યા છે. ચીનની બીવાયડી કંપની ઝડપથી લોકપ્રિય થતી જાય છે. આ ઇવી નિર્માતા કંપની ટેસ્લા માટે કડક પડકાર રજૂ કરી રહી છે. તે ટેસ્લા કરતાં પણ વધારે કાર વેચી રહી છે. કંપનીનું માર્કેટ કેપ 97 અબજ ડોલર થઈ ગયું છે.
જર્મનીની આ લક્ઝરી કાર નિર્માતા કંપનીની માર્કેટ વેલ્યુ 74 અબજ ડોલર છે. કંપનીના નફામાં ઘટાડો જરૂૂર આવ્યો છે પરંતુ, તેને આશા છે કે નવા મોડેલ લોન્ચ કરીને તે આ નાણાકીય વર્ષમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે.
ઇટાલીની દિગ્ગજ કંપની ફેરારી લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર બનાવવા માટે જાણીતી છે.
તેનું માર્કેટ કેપ 73 અબજ ડોલર છે. તેને મર્સિડીઝ બેન્ઝની મુખ્ય હરીફ માનવામાં આવે છે.
જર્મન ઓટોમોબાઇલ કંપની પોર્શેનું માર્કેટ કેપ 69 અબજ ડોલર છે. તો બીએમ, ડબલ્યુનું માર્કેટ કેપ 61 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. આ કંપની વાર્ષિક લગભગ 25 લાખ પ્રીમિયમ કાર વેચે છે.