મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાઇ
મહારાષ્ટ્રમાં ધારાસભાની ચુંટણી પહેલા ભાજપની ભાગીદારીવાળી એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગાયને રાજયમાતા તરીકે જાહેર કરી છે. દેશમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજયમાતા જાહેર કરી દીધી છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિંદે સરકારે આ સાથે એમ પણ કહ્યું કે, દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે વિશેષ યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં તેનું ખૂબ મહત્ત્વ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી ગાયને પરાજ્ય માતાથ જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આગામી ધારાસભાની ચૂંટણીમાં એનડીએ માટે કપરા ચઢાણ મનાય છે ત્યારે જ આ નિર્ણય સુચક માનવામાં આવે છે અને ગાયનું પુછડુ પકડીને વેતરણી પાર કરવાનો આ રાજકીય દાવ મનાય છે.