ભવિષ્યમાં ભારત પાસે 3 અલગ અગલ ટીમ હશે: ગૌતમ ગંભીર
પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યની યોજના બતાવી
ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ આવતા સપ્તાહથી શરૂૂ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની ટી-20 અને વન-ડે શ્રેણી તેની પ્રથમ સોંપણીનો ભાગ છે. આ માટે તે કોલંબો માટે રવાના થઈ ગયો છે, પરંતુ તે પહેલા તેણે મુખ્ય કોચ બન્યા બાદ પહેલીવાર મીડિયાને સંબોધિત કર્યું.
બીસીસીઆઈએ મુંબઈમાં ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. મુખ્ય કોચ બન્યા બાદ પહેલીવાર મીડિયાના સવાલોના જવાબ આપતા ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું. ટેસ્ટ, ઘઉઈં અને ઝ20 ફોર્મેટ માટે અલગ-અલગ ટીમો અંગે ગૌતમ ગંભીરે કહ્યું, જુઓ, આ વહેલું કે મોડું થશે, પરંતુ અત્યારે હું એમ ન કહી શકું કે ત્રણેય ફોર્મેટ માટે ત્રણ ટીમો હશે.
અત્યારે અમે એટલા જ સાતત્યપૂર્ણ છીએ. જો કોઈ બે ફોર્મેટ કે ત્રણ ફોર્મેટ રમી શકે છે તો તેને તક મળશે, પરંતુ આગળ શું થશે તે આપણે ભવિષ્યમાં જોઈશું.
ગંભીરના નિવેદનથી સ્પષ્ટ છે કે હાલ તે ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ ટીમ બનાવવાનું વિચારી રહ્યો નથી.
જો કે, જો જરૂૂરી હોય તો, તે ભવિષ્યમાં આવું કરી શકે છે. કોઈપણ રીતે, ગૌતમ ગંભીરનો મુખ્ય કોચ તરીકે લાંબો કાર્યકાળ છે.
આ પદ પર રહેશે અને આ દરમિયાન લગભગ 5 આઈસીસી ઈવેન્ટ્સ પણ યોજાશે. મુખ્ય કોચ સામાન્ય રીતે ઈંઈઈ ઇવેન્ટ્સના પરિણામોના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગંભીર માટે આ એક પડકાર છે, કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે.