For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીના આશા કિરણ ગૃહમાં 15 દિવસમાં 13 લોકોના મોતથી હડકંપ, તંત્રમાં દોડધામ

03:18 PM Aug 02, 2024 IST | Bhumika
દિલ્હીના આશા કિરણ ગૃહમાં 15 દિવસમાં 13 લોકોના મોતથી હડકંપ  તંત્રમાં દોડધામ
Advertisement

દિલ્હીમાં માનસિક રીતે વિકલાંગ બાળકો માટે બનાવવામાં આવેલ આશા કિરણ હોમ હવે ડેથ ચેમ્બર બની રહ્યું છે. છેલ્લા 7 મહિનામાં અહીં 27 બાળકોના મોત થયા છે. સંસ્થાની બેદરકારીથી જુલાઈના બીજા પખવાડિયામાં 13 દર્દીઓના મોત નીપજ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

સુત્રોના અને 'આશા કિરણ'ના મેડિકલ કેર યુનિટના ડોક્યુમેન્ટ્સના આધારે 15 જુલાઈના રોજ 13 દર્દીઓના મોત થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. મૃત્યુ પામનાર દર્દીઓને ઝાડા-ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે, તેઓ બીમાર હોવા છતાં તેમની કોઈ સારવાર કરવામાં ન આવતાં મોત નીપજ્યા હતા. ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ આ આશ્રય ગૃહથી માત્ર બે કિમીના અંતરે જ હોવા છતાં કોઈ સારવાર કરવામાં આવી ન હતી.

Advertisement

નવાઈની વાત એ છે કે આશા કિરણના આવા ગંભીર મુદ્દા પર પ્રશાસન બોલવા પણ તૈયાર નથી. જ્યારે મૃત્યુનું કારણ બાળકોની સંભાળ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાનું કહેવાય છે. દિલ્હીના મંત્રી આતિશીએ આશા કિરણના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જુલાઈ મહિનામાં જ 20 દિવસમાં 13 બાળકોના મોત થયા હતા.

આ વર્ષે અત્યારસુધીમાં કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. જેમાં જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 2, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 1, જૂનમાં 3 અને જુલાઈમાં 13 મોત થયા છે. જ્યારે વર્ષ 2023માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે કુલ 13 લોકોના મોત થયા હતા. આશા કિરણ પ્રશાસન આટલા ગંભીર મુદ્દા પર વાત કરવા તૈયાર નથી. બીજી તરફ રોહિણી એસડીએમને આ મામલાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે આશા કિરણના મોતના સમાચાર સાચા છે.

રોહિણીના સેક્ટર 3 સ્થિત આશા કિરણ હોમમાં મંદબુદ્ધિના બાળકો અને પુખ્ત વયના લોકોને રાખવામાં આવ્યા છે. દાવો કરવામાં આવે છે કે અહીં તેમની સારી રીતે દેખરેખ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં થઈ રહેલા રહસ્યમય મોત ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement