ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત

11:48 AM Nov 15, 2025 IST | admin
Advertisement

માત્ર 25 બેઠકો છતાં 23 ટકા વોટ સાથે આરજેડીને ભાજપ કરતાં વધુ 3 ટકા અથવા 15 લાખ વધુ મત મળ્યા

Advertisement

બિહારમાં જાહેર થયેલા આખરી પરિણામોમાં એનડીએએ ભાજપે 202 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી. ભારતીય જનતા પાર્ટીએ 89 બેઠકો જીતી, જ્યારે નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ)એ 85 બેઠકો જીતી. ચિરાગ પાસવાનના LJP-RVAએ 19 બેઠકો જીતી. મહાગઠબંધન ફક્ત 35 બેઠકો પર સમેટાઈ ગયું. રાષ્ટ્રીય જનતા દળને 25 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ફક્ત 6 બેઠકો મળી હતી. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગઈ. હવે, એનડીએએ મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય લેવો પડશે. ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે બિહારમાં નીતિશ કુમાર સૌથી મોટા નેતા છે. મંત્રીઓનો નિર્ણય નવી સરકારની જવાબદારી રહેશે.

બીજી તરફ, પરિણામોના વિશ્ર્લેષણ મુજબ એનડીએને 46.52% મત મળ્યા, જે મહાગઠબંધનના 37.64% મત કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. શાસક ગઠબંધનમાં, ભારતીય જનતા પાર્ટીને 20.08% મત મળ્યા, ત્યારબાદ JD(U) ને 19.26%, LJP(RV) ને 4.97%, HAM(S) ને 1.18% અને RLMને 1.03% મત મળ્યા. મહાગઠબંધનમાં, RJDને 23%, કોંગ્રેસને 8.71%, ડાબેરી પક્ષોને 4.18%, VIPને 1.38% અને IIPને 0.37% મત મળ્યા. કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ઓછા મત હિસ્સા (2010માં 4 બેઠકો)થી માંડ માંડ બચી ગઈ. 2010માં પણ આરજેડીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. આમછતા તેને ભાજપ કરતાં 15 લાખ વધુ મત મળ્યા છે.

7 બેઠકોમાં વિજયનું માર્જિન 500 કરતાં ઓછું, બે સીટોમાં અંતર 100થી પણ ઓછું
બિહાર વિધાનસભા ચૂંટણીની મોટાભાગની બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ઘણી બેઠકો પર, વિજયનું માર્જિન 500 થી પણ ઓછું હતું, કેટલીક બેઠકો પર 100 થી પણ ઓછું માર્જિન હતું. બિહારના આગિયાઓન, બલરામપુર, ઢાકા, ફોર્બ્સગંજ, નબીનગર, રામગઢ અને સંદેશ વિધાનસભા મતવિસ્તારમાં જીત અને હારનું અંતર 500 મતોથી ઓછું હતું. બલરામપુર વિધાનસભા મતવિસ્તારમાં જીત અને હારનું અંતર 389 મતો, ઢાકા બેઠક પર 178 મતો, ફોર્બ્સગંજ બેઠક પર 221 મતો, નબીનગર બેઠક પર 112 મતો અને રામગઢ બેઠક પર 175 મતો હતું. રાજ્યમાં બે બેઠકો એવી હતી જ્યાં જીત અને હારનું અંતર 100 મતોથી ઓછું હતું. આગિયાઓન બેઠક પર જીત અને હારનું અંતર 95 મતો અને સંદેશ વિધાનસભા મતવિસ્તારમાં 27 મતો હતું. સંદેશ વિધાનસભા મતવિસ્તારમાં જીત અને હારનું અંતર રાજ્યમાં સૌથી ઓછું હતું, ફક્ત 27 મતો. બિહારની બખ્તિયારપુર, બોધ ગયા, ચાણપટિયા અને જહાનાબાદ એ વિધાનસભા બેઠકોમાં સામેલ હતી જ્યાં જીત અને હારનો તફાવત 1,000 થી 500 ની વચ્ચે હતો. બખ્તિયારપુર વિધાનસભા બેઠક પર વિજયનો તફાવત 981 મત, બોધ ગયા બેઠક પર 881 મત, ચાણપટિયા બેઠક પર 602 મત અને જહાનાબાદ બેઠક પર 793 મતનો હતો.

Tags :
Biharbihar election resultbihar newsindiaindia news
Advertisement
Next Article
Advertisement