બંગાળમાં ભાજપના નેતાના ઘર પર ફાયરિંગ, બોંબ ફેંકાયા
ભાજપના પૂર્વ સાંસદ અને સુરક્ષા જવાન ઘાયલ, તૃણમૂલ પર આરોપ
પશ્ચિમ બંગાળના બેરકપુરના પૂર્વ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર અને ઓફિસ પર શુક્રવારે સવારે અનેક રાઉન્ડ ફાયરિંગ કરી 15 જેટલા બોમગ ફેંકવામાં આવ્યા હતા. અર્જુન સિંહને પગમાં ગોળી વાગી હોવાના અને એક CISFજવાન ઘાયલ થયાના સમાચાર છે. અર્જુન સિંહે આ હુમલા માટે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં બેરકપુરથી ભાજપના પૂર્વ સાંસદ અર્જુન સિંહના કાર્યાલય અને નિવાસસ્થાન પર શુક્રવારે સવારે ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમની સુરક્ષા માટે તૈનાત CISFનો એક જવાન ઘાયલ થયો હતો. અર્જુન સિંહે દાવો કર્યો છે કે તેમના પગમાં છરો વાગ્યો હતો.
અર્જુન સિંહે કહ્યું કે આ હુમલાઓ તેમને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે લગભગ 15 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને જ્યારે તે ઘરની બહાર નીકળ્યા ત્યારે પગમાં છરો વાગ્યો હતો. તેમણે દાવો કર્યો કે સીઆઈએસએફના એક જવાનને પણ તેના પગમાં ઈજા થઈ છે. આ પહેલીવાર નથી જ્યારે અર્જુન સિંહના ઘર પર આ રીતે બોમ્બ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હોય. આ પ્રકારની ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી ચુકી છે.
એ જ રીતે, 2021 માં, તેના ઘર પર ત્રણ ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.
અર્જુન સિંહે તેમના ડ હેન્ડલ પર અર્જુન સિંહે લખ્યું છે, આજે સવારે જ્યારે બધા નવરાત્રી પૂજામાં વ્યસ્ત હતા, પછી, ગઈંઅ કેસના આરોપી અને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલરના પુત્ર નમિત સિંહના રક્ષણ હેઠળ અને સ્થાનિક પોલીસની દેખરેખ હેઠળ, કેટલાય જેહાદીઓ અને ગુંડાઓએ મારી ઓફિસ-કમ-નિવાસ મઝદૂર ભવન પર હુમલો કર્યો.તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી જ્યારે ગુંડાઓ ખુલ્લેઆમ પોલીસની સામે હથિયારો લહેરાવતા હતા. આ ગુંડાઓએ લગભગ 15 બોમ્બ ફેંક્યા અને એક ડઝનથી વધુ રાઉન્ડ ગોળીઓ ચલાવી. બંગાળ પોલીસ તૃણમૂલ કોંગ્રેસની કઠપૂતળી બની ગઈ છે. શરમજનક!