For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક ઝટકો, બ્રિજભૂષણના ઘરેથી WFIની ઓફિસ હટાવાઇ

02:24 PM Dec 30, 2023 IST | Bhumika
વધુ એક ઝટકો  બ્રિજભૂષણના ઘરેથી wfiની ઓફિસ હટાવાઇ

રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ શુક્રવારે 29 ડિસેમ્બર ભારતીય રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ઑફિસને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નિવાસસ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી. બૃજભૂષણના પરિસરને ખાલી કર્યા પછી WFIનવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે. WFIનું નવું કાર્યાલય નવી દિલ્હીના હરિ નગર વિસ્તારમાં છે.

Advertisement

24 ડિસેમ્બરે રમતગમત મંત્રાલયે સંજય સિંહની આગેવાની હેઠળની નવી રચાયેલી WFIપેનલને સસ્પેન્ડ કરી દીધી હતી. સંજય સિંહ WFIપ્રમુખ તરીકે ચૂંટાયાના ત્રણ દિવસ બાદ મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે અને આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે.

21 ડિસેમ્બરના રોજ બૃજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ ઠઋઈંના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી, જ્યારે બજરંગે તેનું પદ્મ પરત કર્યું છે અને વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારો પરત કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement