રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેંગલુરુમાં કાર ધોશો કે બાગકામ કરશો તો થશે 5000નો દંડ

05:43 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો કોઈ બેંગલુરુમાં કાર ધોતો, બાગકામ, બાંધકામ, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરતો અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી હેઠળ, આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ 5,000 રૂૂપિયાનો દંડ ભરવો પડશે.

Advertisement

હકીકતમાં, પાણીની અછત હોવા છતાં, બેંગલુરુની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણીના દુરુપયોગના કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને 5,000 રૂૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી. જો કે હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે પોતાના આદેશમાં 5 હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.
હાઈટેક સિટી બેંગલુરુ આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે. અહીં પાણીના ટેન્કરો આવતા-જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લાખો લોકો પાણીના દરેક ટીપા પર નિર્ભર છે. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની ભારે તંગી છે. ટેન્કરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. આમ છતાં પાણીની તંગી પૂરી થતી નથી.

વધતી કટોકટી વચ્ચે, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે રાજ્યભરના પાણીના ટેન્કર માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ 7 માર્ચની સમયમર્યાદા સુધીમાં અધિકારીઓ સાથે નોંધણી નહીં કરે તો તેમના ટેન્કરો જપ્ત કરવામાં આવશે. બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇઇખઙ), બેંગલુરુના મુખ્ય કાર્યાલયમાં, તેમણે કહ્યું કે બેંગલુરુ શહેરમાં કુલ 3,500 પાણીના ટેન્કરોમાંથી માત્ર 10 ટકા એટલે કે 219 ટેન્કરોનું રજીસ્ટ્રેશન થયું છે. જો તેઓ સમયમર્યાદા પહેલા નોંધણી નહીં કરે તો સરકાર તેમને જપ્ત કરી લેશે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે બેંગલુરુમાં જળ સંકટને પહોંચી વળવા માટે 556 કરોડ રૂૂપિયા ફાળવ્યા છે.ખુદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, પબેંગલુરુ શહેરના દરેક ધારાસભ્યને પોતપોતાના મતવિસ્તારમાં પાણીની તંગીને દૂર કરવા માટે 10 કરોડ રૂૂપિયા આપવામાં આવ્યા છે. વધુમાં, ઇઇખઙ એ આ સમસ્યાના ઉકેલ માટે રૂૂ. 148 કરોડ અને ઇઠજજઇ એ રૂૂ. 128 કરોડ ફાળવ્યા છે. વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂૂમ બનાવવામાં આવ્યો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (ઊંખઋ) ના ખાલી દૂધના ટેન્કરોનો ઉપયોગ બેંગલુરુમાં પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવશે. જે દૂધના ટેન્કરો પાણી પુરવઠા માટે ઉપયોગમાં લેવાતા નથી તેનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય કર્યો છે. જે ટેન્કરો ખાલી છે તેનો ઉપયોગ કરીશું, તેને સાફ કરીને તેનો ઉપયોગ કરીશું.

Tags :
BengaluruBengaluru newsindiaindia news
Advertisement
Next Article
Advertisement