For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટોલ ટેક્સના બાકી ચૂકવણા નહીં કરો તો વાહન વેચી નહીં શકાય

11:25 AM Jul 19, 2025 IST | Bhumika
ટોલ ટેક્સના બાકી ચૂકવણા નહીં કરો તો વાહન વેચી નહીં શકાય

નવા ફાસ્ટટેગ પહેલાં સરકારનો નવો નિયમ

Advertisement

ભારતમાં તમામ ફોર વ્હીલર્સને હાઇવે પરથી પસાર થતી વખતે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો સમયસર ટોલ ટેક્સ ચૂકવે છે. પરંતુ કેટલાક લોકો બાકી રકમ ચૂકવવાનું છોડી દે છે અથવા ટોલ ટેક્સની ચુકવણી મુલતવી રાખે છે. હવે સરકારે આ બાબતમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે તમારા વાહનથી ટોલ ટેક્સ ચૂકવ્યો નથી તો તમારા માટે એક નવી સમસ્યા ઊભી થઈ શકે છે.

માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમો લાગુ કર્યા છે. જે મુજબ, વાહન વેચતા કે ટ્રાન્સફર કરતા પહેલા વાહન પર ટોલ ટેક્સની કોઈ રકમ બાકી છે કે નહીં તે તપાસવામાં આવશે. જો બાકી રકમ હશે તો ન તો તમે વાહન વેચી શકશો કે ન તો તેને કોઈના નામે ટ્રાન્સફર કરી શકશો.

Advertisement

સરકારે ટોલ ટેક્સ અંગે અનેક પ્રકારની નીતિઓ લાગુ કરી છે. ઓગસ્ટથી વાર્ષિક ફાસ્ટેગ પાસ પણ લાગુ કરવામાં આવશે. હવે ટોલ ટેક્સ અંગે સરકાર દ્વારા બીજો એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે ટોલ ટેક્સની બાકી ચૂકવણી કર્યા વગર કોઈપણ વાહન ટ્રાન્સફર કરી શકાશે નહીં. વાહન વેચતા પહેલા કે તેને બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર કરતા પહેલા ટોલ ટેક્સની બાકી રકમ ચૂકવવી જરૂૂરી રહેશે.

પરિવહન વિભાગ આરસી ટ્રાન્સફર કરતા પહેલા તપાસ કરશે કે વાહન પર કેટલી રકમ બાકી છે. જો ફાસ્ટેગ ખાતામાં કોઈ રમક બાકી હશે તો વાહનની માલિકી બદલી શકાશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલય કહે છે કે આનાથી ટોલ ટેક્સ ચોરી અટકશે અને જૂના બાકી રકમની વસૂલાત પણ સુનિશ્ચિત થશે.

માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જે વાહનના ટોલ ટેક્સ બાકી છે તેમને 30 દિવસ પછી તમામ વાહન માલિકોને ઈલેક્ટ્રોનિક ચલણ મોકલવામાં આવશે. આ ચલણમાં વાહન નંબર, બાકી રકમ અને ચુકવણીની છેલ્લી તારીખ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. મંત્રાલય કહે છે કે જો નિર્ધારિત સમયમાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો દંડ પણ ચલણમાં ઉમેરવામાં આવશે જેથી ભવિષ્યમાં વાહન વેચવામાં કે ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યા ન થાય. જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે, તો તેનાથી બચવા માટે ન તો NOC જારી કરવામાં આવશે અને ન તો નવું RC બનાવવામાં આવશે. વાહન સંબંધિત કોઈ નવા દસ્તાવેજો પણ જારી કરવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement