જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી
બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન
કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે, આ અકસ્માતનો જવાબદાર તમે કોને માનો છો તો ગંભીરે કહ્યું કે હું કોઈ નથી આ નક્કી કરવાવાળો કે કોણ જવાબદાર છે. પરંતુ, જ્યારે હું ખેલાડી હતો ત્યારે હું આવા રોડ શો પર વિશ્વાસ નહતો કરતો. કોચના રૂૂપે પણ હું તેના પક્ષમાં નથી. લોકોની જિંદગી સૌથી વધુ જરૂૂરી છે. જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો આવા રોડ શોની જરૂૂર નથી .
ગૌતમ ગંભીરે કહ્યું કે હું હંમેશાથી માનું છું કે, રોડ શો ન થવા જોઈએ. મારૂૂ હ્રદય એવા પરિવારો માટે દુ:ખી છે જેણે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. જ્યારે 2007માં અમે જીત્યા હતાં, ત્યારે પણ હું આ જ માનતો હતો. આવા આયોજનને બંધ દરવાજાની અંદર અથવા સ્ટેડિયમમાં હોવું જોઈએ. ત્યાં જે કંઈ થયું તે ખૂબ જ દુ:ખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઇઝી અને ચાહકના રૂૂપે જવાબદાર હોવું જોઈએ ગંભીરે કહ્યું કે ચાહક વધી શકે છે પરંતુ આપણે જવાબદાર નાગરિકની જેમ વર્તવું જોઈએ.