રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટ પહેલાં ઘર વેચ્યું હોય તો નવી કે જૂની ટેક્સ પ્રણાલી પસંદ કરી શકશો

06:51 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સામાન્ય બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો ફેરફાર હતો. તેમજ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20% થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.

ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા, કેન્દ્રની મોદી સરકારે મંગળવારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (કઝઈૠ)ની હાલની સિસ્ટમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર, આ ફેરફાર પછી, કરદાતાઓને 23 જુલાઈ, 2024 પહેલાં હસ્તગત કરેલી મિલકતો પર લિસ્ટિંગ સાથે 12.5 ટકા (લિસ્ટિંગ વગરની પ્રોપર્ટી પર) અથવા 20 ટકાના ઊંચા દર વચ્ચેનો ટેક્સ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર-મંથન કરી રહી છે, જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.

આ સુધારા બાદ કરદાતાઓને સ્થાવર મિલકતો પરના આર્થિક નફા પર ટેક્સમાં રાહત મળશે. આ ફેરફાર ફાઇનાન્સ બિલ 2024માં સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં, સામાન્ય બજેટ 2024 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો ફેરફાર હતો. તેમજ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20% થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.

બજેટ 2024માં સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની વાત કરી હતી. જે બાદ વિવાદ વધ્યો હતો. સરકારે લોંગ ટર્મ પ્રોપર્ટી સેલ પર એલટીસીજી ટેક્સ ઘટાડીને 12.5 ટકા કર્યો હતો. પરંતુ તેના પર ઉપલબ્ધ ઇન્ડેક્સેશન લાભ પણ દૂર કરવામાં આવ્યો હતો. સરકારે સ્પષ્ટતા કરી છે કે કઈ પ્રોપર્ટી પર ઈન્ડેક્સેશન લાગુ થશે અને કઈ પ્રોપર્ટી પર નહીં? બજેટમાં સરકારે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કર્યો હતો.

આનો અર્થ એ થયો કે તમે શેર વેચો કે કોઈ પ્રોપર્ટી વેચો, તમારે 12.5 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જો કે, સરકારે પ્રોપર્ટી વેચવા પર મળેલ ઈન્ડેક્સેશન હટાવી દીધું હતું. આ પછી સરકારે કહ્યું કે આ ફેરફાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

ઇન્ડેક્સેશન સમયાંતરે ફુગાવા માટે મિલકતની ખરીદ કિંમતને સમાયોજિત કરે છે, જેનો ઉપયોગ મૂડી લાભની ગણતરી કરવા માટે થાય છે. આધાર વર્ષ (2001-2002)ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે સરકાર દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (સીઆઈઆઈ) બહાર પાડે છે. આ આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન કરવામાં આવે છે.

Tags :
budgetHouseindiaindia news
Advertisement
Next Article
Advertisement