મહારાષ્ટ્રમાં નમો ટૂરિસ્ટ સેન્ટર બનશે તો તોડી પાડશું: રાજ ઠાકરે
મહારાષ્ટ્રમાં બીએમસી ચૂંટણી પહેલા ઠાકરે બ્રધર્સમાં ભાઈચારો વધતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અચાનક રાજ ઠાકરેએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આત્મસન્માનને ગીરવે મૂકવાની પણ કોઈ સીમા હોય છે. કોઈ મુખ્યમંત્રી બનવા માટે કેટલા બેતાબ હોય શકે છે. તેમણે વધુમાં ચેતવણી આપી કે, જો આ નમો સેન્ટર બનાવવામાં આવશે, તો તોડી પાડવામાં આવશે.મનસે અધ્યક્ષ રાજ ઠાકરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ જાહેરાતથી નારાજ છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજના ચાર કિલ્લાઓ પર નમો ટૂરિસ્ટ સેન્ટર કેન્દ્ર સ્થાપવાની વાત કહેવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, રાજ્ય પ્રવાસન વિભાગ શિવાજી મહારાજના ચારેય કિલ્લાઓ પર નમો ટૂરિસ્ટ સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. નમો ટૂરિસ્ટ સેન્ટર બનાવવાની પહેલ પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. પ્રવાસન મંત્રી શંભુરાજ દેસાઈ રાજ્યમાં આ યોજના પર કામ કરી રહ્યા છે. ખગજ નેતા 30 ઓક્ટોબરના રોજ જનતાની સામે આવ્યા તો પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને ખુલ્લેઆમ ચેતવણી આપી.
