For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મદરેસામાં કટ્ટરવાદ, નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએ

10:48 AM Dec 02, 2025 IST | Bhumika
મદરેસામાં કટ્ટરવાદ  નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએ

જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીના નિવેદનના પગલે જિહાદ અંગે ચર્ચા છેડાયેલી છે ત્યારે મદનીને જવાબ આપવા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મેદાનમાં આવતાં આખી ચર્ચા રસપ્રદ બની ગઈ છે. મદનીએ જિહાદને પવિત્ર શબ્દ ગણાવીને કહેલું કે, જિહાદનો અર્થ ધર્મયુદ્ધ થાય છે પણ લવ જિહાદ, થૂક જિહાદ, જમીન જિહાદ જેવા શબ્દોનો પ્રયોગ કરીને આ પવિત્ર શબ્દોને બદનામ કરાઈ રહ્યા છે. ઈસ્લામ અને મુસ્લિમોના દુશ્મનો જિહાદ જેવા ઈસ્લામના પવિત્ર વિચારોને હિંસા, દુરૂૂપયોગ, ગરબડ વગેરે સાથે જોડીને આ શબ્દોની પવિત્રતા ખતમ કરવા કરી રહ્યા છે.

Advertisement

મદની આડકતરી રીતે મીડિયા અને હિંદુવાદીઓ જિહાદ શબ્દને વિકૃત રીતે રજૂ કરી રહ્યા છે એવું સ્થાપિત કરવા મથી રહ્યા છે એ સ્પષ્ટ છે. થોડા સમય પહેલાં હજારો કિલો વિસ્ફોટકો સાથે ચાર મુસ્લિમ ડોક્ટરો પકડાયા તેના કારણે ભણેલાગણેલા લોકો આતંકવાદ તરફ કેમ વળી રહ્યા છે એ મુદ્દો ચર્ચામાં છે જ ત્યાં મદનીએ આ નિવેદન દ્વારા આડકતરી રીતે આતંકવાદને સમર્થન આપી દીધું હતું કેમ કે મદનીએ દાવો કરેલો કે, જુલ્મ હશે ત્યાં જિહાદ થશે જ. મદનીએ સીધા શબ્દોમાં ના કહ્યું પણ તેમના કહેવાનો અર્થ એ જ છે કે, ભારતમાં મુસ્લિમો પર જુલ્મ થઈ રહ્યા છે તેથી મુસ્લિમો આતંકવાદ ભણી વળી રહ્યા છે. આરિફ મોહમ્મદ ખાને મદનીને જવાબ આપતાં કહ્યું છે કે, ગરીબ પર થતા અત્યાચાર કે ઉત્પીડન સામે અવાજ ઉઠાવવો જિહાદ છે તેમાં બેમત નથી પણ મદનીના ચેલકા એવા કટ્ટરવાદી મુસ્લિમો મુસ્લિમ બાળકોને જિહાદની જે પરિભાષા શીખવી રહ્યા છે તેને ઈસ્લામ સાથે કંઈ લેવાદેવા નથી.

મતલબ કે, મુસલમાનોએ દુનિયાભરના તમામ બિન-મુસ્લિમો સામે લડવું જોઈએ. ખાને એમ પણ કહ્યું છે કે, છે કે, જિહાદનો મતલબ માનવતાનું રક્ષણ છે અને કુરાન બળજબરીથી ધર્માંતરણની તરફેણ નથી કરતો પણ દેવબંદ સહિતની કટ્ટરવાદી સંસ્થાઓ બળજબરીથી ધર્માંતરણની તરફેણ કરે છે. ભારતમાં જ મુસ્લિમ બાળકોને બિન-મુસ્લિમોને દુશ્મન. માનવાના પાઠ ભણાવાતા હોય તો એ ગંભીર વાત કહેવાય કેમ ? કે આ પ્રકારના શિક્ષણ દ્વારા નફરતનાં બી રોપાય છે અને તેના કારણે ભવિષ્યમાં બહુ મોટો સામાજિક સંઘર્ષ ફાટી નીકળશે.

Advertisement

મુસ્લિમોની ભાવિ પેઢી બિન મુસ્લિમોને દુશ્મન માનવાની: માનસિકતા સાથે જ મોટી થતી હોય તો તેના કારણે ભવિષ્યમાં: આંતરિક સંઘર્ષ થઈ શકે ને દેશની સુરક્ષા સામે ખતરો પેદા થઈ શકે. આપણી સરકારે આ ખતરાને ગંભીરતાથી લેવો જોઈએ અને દેવબંદ સહિતની મદરેસાઓમાં ભણાવાતા નફરતના પાઠ બંધ કરાવવા જોઈએ. મદરેસાઓમાં મુલ્લા-મૌલવીઓ મૌખિક રીતે બાળકોનાં માનસમાં ઝેર રેંડે છે તેને રોકવું શક્ય નથી પણ કમ સે કમ પુસ્તકોમાંથી તો આ વાતો કાઢી જ નાખવી જોઈએ. ધર્મના શિક્ષણના નામે લોકોને પતાવી દેવાની વાતો શીખવાડાયએ બિલકુલ ના ચાલે.

Advertisement
Tags :
Advertisement
Advertisement