કંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજો
તામિલનાડુના એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં આવે તો તેને થપ્પડ મારવાની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલા સાંસદ ઘમંડી છે અને બકવાસ બોલે છે. તેમણે ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે.તામિલનાડુના ભૂતપૂર્વ કોંગ્રેસના વડા કે.એસ. અલાગીરીએ કહ્યું હતું કે જો કંગના તમિલનાડુ આવે છે, તો તેને થપ્પડ મારવી જોઈએ. અલાગીરીને કંગના રનૌત દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદન વિશે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે મહિલા કાર્યકરો ₹100 માટે વિરોધ પ્રદર્શનમાં જોડાય છે.
અહેવાલ મુજબ, કોંગ્રેસના નેતાએ કહ્યું, કંગના રનૌતે ઘણી વખત આવા વાહિયાત નિવેદનો આપ્યા છે. એક વખત, તે દિલ્હી એરપોર્ટ પર હતી અને એક મહિલા ઈછઙઋ કર્મચારીએ તેને થપ્પડ મારી હતી. તેણીએ પાછળથી કહ્યું કે તેણીએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જ્યારે તે આ રીતે આવે છે, ત્યારે તમારે આ ભૂલ્યા વિના તેને થપ્પડ મારવી જોઈએ.