રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાગેડુ મેહુલ ચોક્સી 30 દિવસમાં હાજર નહીં થાય તો સંપત્તિ જપ્ત

11:53 AM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (ઊઘઠ) દ્વારા દાખલ કરાયેલી અરજી પર અહીંની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ જાહેરનામું (પ્રોક્લેમેશન) બહાર પાડ્યું છે. ચોક્સી 13,000 કરોડ રૂૂપિયાના પંજાબ નેશનલ બેંક (ઙગઇ) કૌભાંડ કેસમાં નીરવ મોદી સાથે સહ-આરોપી છે. ઙગઇ કૌભાંડમાં તેનું નામ સામે આવ્યા બાદ ઊઘઠએ ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

Advertisement

મુંબઈ સ્થિત કંપની લક્ષ્મી ઈન્ફ્રા ડેવલપર્સ લિમિટેડે 2019માં મુનબાઈ પોલીસ સ્ટેશનમાં મેહુલ ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે મેહુલ ચોક્સીએ દેશ છોડીને ભાગી જવાના 15 દિવસ પહેલા ફરિયાદી કંપનીને પોતાનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વેચી દીધો હતો. ઙગઇ કૌભાંડની તપાસ કરતી એજન્સીએ ચોકસીના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને ગેરકાયદેસર રીતે કમાયેલી મિલકત ગણી હતી અને તેને જપ્ત કરી હતી.

ઊઘઠએ ઑક્ટોબર 2021માં એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જાહેરનામા માટે આ અરજી દાખલ કરી હતી. પછીથી કોર્ટે મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.જો કે વોરંટ જારી હોવા છતાં તે કોર્ટમાં હાજર થયો ન હતો, ત્યારે જાહેરનામું જારી કરવાની પ્રક્રિયા શરૂૂ થઈ હતી. પ્રોક્લેમેશન એક એવી પ્રક્રિયા છે જેમાં અદાલત કોઈ વ્યક્તિને સામે આવવા અને તેના મંતવ્યો રજૂ કરવા માટે લગભગ 30 દિવસનો સમય આપે છે. જો વ્યક્તિ પોતાનો કેસ રજૂ કરવા કોર્ટમાં ન આવે તો તેને ગુનેગાર જાહેર કરવામાં આવે છે અને મિલકત જપ્ત કરવામાં આવે છે.

Tags :
indiaindia newsMehul Choksi
Advertisement
Next Article
Advertisement