ભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણી હતી. છૂટકપૂટક હિંસાને બાદ કરતાં આ બધે મતદાન એકંદરે શાંતિપુર્ણ રહ્યું ને હવે સૌની નજર 23 નવેમ્બરે જાહેર થનારાં પરિણામો પર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બંને વિધાનસભાની સાથે સાથે પેટાચૂંટણી હતી એ લોકસભા અને રાજ્ય વિધાનસભાની બેઠકોની મતગણતરી એક સાથે 2 3 નવેમ્બરે થવાની છે ને તેમાં કોણ જીતે છે તેના પર સૌની નજર છે.
લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા એ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી પણ જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા બંને ટચૂકડાં રાજ્યો હોવાથી તેનાં પરિણામોએ એટલી ઉત્તેજના નહોતી જગાવી. મહારાષ્ટ્ર અને ઝારખંડનો કેસ અલગ છે. મહારાષ્ટ્ર દેશનું ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે જ્યારે મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે તેથી કેન્દ્રમાં સત્તાસ્થાને કોણ રહેશે એ નક્કી કરવામાં મહારાષ્ટ્ર ચાવીરૂૂપ રાજ્ય છે. મહારાષ્ટ્રની સરખામણીમાં ઝારખંડ બહુ મોટું રાજ્ય નથી પણ ઝારખંડમાં 14 લોકસભા બેઠકો છે તેથી તેને અવગણી પણ ના શકાય.
14 લોકસભા બેઠકો સાથેનું રાજ્ય પણ નિર્ણાયક બની શકે છે તેથી ઝારખંડના મહત્ત્વને ઓછું ના આંકી શકાય. જો કે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેનું રાજકીય રીતે બીજી રીતે મહત્ત્વ વધારે છે. આ બંને રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારી સફળતા નહોતી મળી તેથી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. ભાજપ ખ024માં એ દખાવ દોહરાવી ના શકયો તેથી તેની સ્થિતિ નબળી પડી કે નહીં તેનો નિર્ણય આ ચુંટણીમાં થવાનો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ ઝારખંડ કરતાં પણ વધારે નાજુક હોવાનું મનાય છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ઈન્ડિયા મોરચાને 30 અને એનડીએને 17 બેઠકો મળી હતી. એનડીએમાં ભાજપને 9, શિવસેનાને 7 અને અજિત પવારની એનસીપીને માત્ર 1 સીટ મળી છે.
2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 41 બેઠકો મળી હતી જ્યારે 2014માં તેને 42 મ બેઠકો મળી હતી. આમ 2024માં ભાજપના નેતૃત્વ હેઠળના મોરચાએ 23 બેઠકો ગુમાવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણી જેવો ટ્રેન્ડ રહે તો ભાજપને નુકસાન થાય અને ભાજપની લગભગ 60 બેઠકો સુધી ઘટી જાય એવી ગણતરી મંડાઇ હતી. પણ એ પછી શિંદે સરકારે લાડલી બહેના જેવી સ્કીમો તરત લોંચ કરી લોકરંજક પગલા લીધા એથી તેની સ્થિતિ સુધરી છે. જુદાજુદા એકિઝટ પોલના વરતારા સાચા પડે તો મહારાષ્ટ્રમાં ભાજપની મહાયુતિ વિજયી જાળવી શકે, જયારે ઝારખંડમાં ઉંટ કોઇપણ તરફ ઢળીે શકે છે.