ખુરશી માથા પર ચડી બેસશે તો સેવા નહીં પણ પાપ બની જાય છે: ચીફ જસ્ટિસ ગવઇ
ન્યાયતંત્ર, વહીવટી હોદ્દાઓ પર બેઠેલા લોકોને સાફ સંદેશ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ ગવઈએ મહારાષ્ટ્રના દરિયાપુર (અમરાવતી)માં કોર્ટના નવનિર્મિત ભવ્ય મકાનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે ન્યાયતંત્ર, વહીવટ અને વકીલ સમુદાયને ખૂબ જ કડક પરંતુ મૂલ્યવાન સંદેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ગવઈએ તેમના સંબોધનમાં કહ્યું, આ ખુરશી જનતાની સેવા માટે છે, ગૌરવ માટે નહીં. જો ખુરશી માથા પર જશે, તો તે સેવા નહીં, પણ પાપ બની જાય છે. તેમનું નિવેદન ન્યાયતંત્ર અને વહીવટી હોદ્દાઓ પરના દરેક વ્યક્તિ માટે ચેતવણી જેવું હતું.
ભૂષણ ગવઈએ માત્ર વહીવટી અધિકારીઓને જ નહીં, પરંતુ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન માટે ઠપકો આપ્યો. તેમણે કહ્યું, ન્યાયાધીશોએ વકીલોનું સન્માન કરવું જોઈએ. આ કોર્ટ વકીલો અને ન્યાયાધીશો બંનેની છે.
જુનિયર વકીલોને ચેતવણી આપતા તેમણે કહ્યું, 25 વર્ષનો વકીલ ખુરશી પર બેસે છે અને જ્યારે 70 વર્ષનો સિનિયર આવે છે, ત્યારે તે ઉઠતો પણ નથી.થોડી શરમ રાખો! સિનિયરનો આદર કરો.
તેમના સમગ્ર ભાષણ દરમિયાન, ભૂષણ ગવઈનો ભાર એ વાત પર હતો કે ભલે તે કોઈપણ ખુરશી હોય - પછી ભલે તે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક કે ન્યાયાધીશ હોય, તે ફક્ત અને ફક્ત જાહેર સેવાનું માધ્યમ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, નસ્ત્રજો ખુરશી માથામાં ઘૂસી જશે, તો ન્યાયનું મૂલ્ય ખોવાઈ જશે. આ ખુરશી આદરની છે, ઘમંડથી તેનું અપમાન ન કરો.