For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા ICCની મંગળવારે નિર્ણાયક બેઠક

01:15 PM Nov 23, 2024 IST | Bhumika
ચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા iccની મંગળવારે નિર્ણાયક બેઠક
Advertisement

ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલા જ પડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી ચૂકી છે. ત્યારે પાકિસ્તાન પણ આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર કરાવવા માંગતું નથી, જેના કારણે ઈંઈઈએ હજુ સુધી શેડ્યૂલ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. ICCટૂંક સમયમાં બોર્ડની બેઠક યોજવા જઈ રહ્યું છે.

આ પછી જ ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC26 નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફી પર ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ એક વર્ચ્યુઅલ મીટિંગ હશે, જેમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત બોર્ડના તમામ સભ્યો સામેલ થશે. આ બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ, ફોર્મેટ, ગ્રુપ સ્ટેજ ફિક્સર અને ભારત-પાકિસ્તાન મેચ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ જ નક્કી થશે કે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે કે નહીં. જો તે હાઇબ્રિડ મોડલ પર રમાશે તો પાકિસ્તાન ભાગ લેશે કે નહીં?

Advertisement

અગાઉ એવા અહેવાલ હતા કે ICCઅધિકારીઓ બેક-ચેનલ વાટાઘાટો દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આગામી વર્ષે ICCચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ તરફ કામ કરવા વિનંતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે આઇસીસીના અધિકારીઓ PCBને આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવા માટે સહમત કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય ICCએ પણ સમજાવી રહ્યું છે કે ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ શા માટે શ્રેષ્ઠ છે અને શા માટે ICCટૂર્નામેન્ટ ભારતીય ક્રિકેટ ટીમ વિના યોજી શકાતી નથી. આવી સ્થિતિમાં, આ બેઠકમાં પણ હાઇબ્રિડ મોડલનો મુદ્દો PCB સમક્ષ મૂકવામાં આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement