રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યશસ્વી જયસ્વાલને આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

01:03 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલને આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને મહિલા વર્ગમાં આ એવોર્ડ મળ્યો છે. યશસ્વીએ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો. યશસ્વીએ શ્રેણીમાં 2 બેવડી સદી ફટકારી હતી. યશસ્વીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 712 રન બનાવ્યા હતા.આ સમયગાળા દરમિયાન તેણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 209 રન અને ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં અણનમ 214 રન બનાવ્યા હતા. હાલમાં, યશસ્વી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. યશસ્વી જયસ્વાલે 9 મેચમાં 1000 રન પૂરા કર્યા. સૌથી ઓછી મેચ રમીને આવું કરનાર તે વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો. આઈસીસી એવોર્ડની જાહેરાત થયા બાદ જયસ્વાલે કહ્યું કે હું આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું અને મને ભવિષ્યમાં વધુ એવોર્ડ મળવાની આશા છે.

Advertisement

Tags :
cricketcricket newsICC Playerindiaindia newsSportssports newsYashaswi Jaiswal
Advertisement
Next Article
Advertisement