For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંજય લીલા ભણસાલી 100 કરોડ આપે તો પણ તેમની સાથે કામ નહીં કરું

11:05 AM Oct 14, 2025 IST | Bhumika
સંજય લીલા ભણસાલી 100 કરોડ આપે તો પણ તેમની સાથે કામ નહીં કરું

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને સંગીતકાર ઇસ્માઇલ દરબારે હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસ જેવી ફિલ્મોમા ઘણાં હિટ ગીતો આપ્યાં છે. જોકે પછી આ જોડીમાં ભારે મતભેદ થઈ ગયો છે. એ વિશે વાત કરતાં ઇસ્માઇલ દરબારે એક ઇન્ટરવ્યુમા કહ્યું હતું કે મને સંજય લીલા ભણસાલી 100 કરોડ રૂૂપિયા આપશે તો પણ હું તેની સાથે કામ નહીં કરું. ઇસ્માઇલ દરબારે હાલમાં એક ઇન્ટરવ્યુમા કહ્યું હતું કે અમે પહેલી વાર હમ દિલ દે ચુકે સનમ પર કામ શરૂૂ કર્યું ત્યારથી જ મને ખ્યાલ આવી ગયો હતો કે અમે બન્ને કામના મામલે બહુ જિદ્દી છીએ. હું ક્યારેય કોઈ વાત પર આંખ બંધ કરીને હા નથી કહેતો. જો મને કંઈક ખોટું લાગતું તો તરત જ બોલી દેતો.

Advertisement

હું હંમેશાં સ્પષ્ટ હતો કે મને શું પસંદ છે અને સંગીત કેવું હોવું જોઈએ હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસ બન્ને ફિલ્મોમા મેં દિલથી મહેનત કરી, પરંતુ જ્યારે પણ મારાં વખાણ થયાં ત્યારે એ વાત સંજય લીલા ભણસાલીને ખટકતી હતી. તેને એવું લાગતું હતું કે હું તેની મહેનતની ક્રેડિટ લઈ રહ્યો છું. સંજય લીલા ભણસાલી સાથેના મતભેદના કારણની ચર્ચા કરતાં ઇસ્માઇલ દરબારે કહ્યું હતું કે મેં સંજય લીલા ભણસાલીની મહત્ત્વાકાંક્ષી વેબ-સિરીઝ હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર માટે ફરીથી તેની સાથે હાથ મિલાવ્યો

. મેં પ્રોજેક્ટ પર લગભગ દોઢ વર્ષ સુધી કામ કર્યું, પણ જ્યારે એક મીડિયા રિપોર્ટમા કહેવામાં આવ્યું કે આ સિરીઝમાં ઘણા સ્ટાર્સ હોવા છતાં એનો સૌથી મજબૂત ભાગ ઇસ્માઇલ દરબારનું સંગીત છે ત્યારે વાત બગડવાની શરૂૂઆત થઈ. સંજયને લાગ્યું કે આ સમાચાર મેં જાતે પ્લાન્ટ કર્યા છે. એ પછી અમારી વચ્ચે આકરી ચર્ચા થઈ અને પછી મારે હીરામંડી છોડવી પડે એવું થાય એ પહેલાં જ મેં જાતે હીરામંડી છોડી દીધી. જો આજે સંજય મને ફિલ્મનું સંગીત આપવા માટે 100 કરોડ રૂૂપિયાની ઑફર આપે તો પણ હું તેને દરવાજો દેખાડી દઈશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement