હવે કયારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું: કંગના રનૌત
વિવાદોના અંતે 17મીએ ‘ઇમર્જન્સી’ રિલીઝ થશે
કંગના રનૌત પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં વિવાદો થયા. બાદ તમામ અવરોધોને પાર કરીને, આ ફિલ્મ હવે 17 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થવાની છે.એક મીડિયા ઈન્ટરવ્યુમાં કંગનાએ જણાવ્યું કે, હું ફરી ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું. રાજકીય ફિલ્મ બનાવવું કેટલું મુશ્કેલ છે તે વિશે તેમણે પોતાના અનુભવો શેર કર્યા. તેમણે અનુકૂળ ઉદાહરણ તરીકે અનુપમ ખેરની ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનો ઉલ્લેખ કર્યો, જ્યાં અનુપમ ખેરનો અભિનય અદભૂત હતો. પરંતુ કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે, તે આવી પ્રકારની ફિલ્મોમાં ફરીથી પગલું નહીં મૂકે. તેમના મતે, વાસ્તવિક જીવનના પાત્રો પર આધારિત ફિલ્મો બનાવવી વધુ પડકારજનક છે અને તે કામમાં ઘણી નિરાશા અનુભવાય છે. ઇમરજન્સી ફિલ્મને પૂરી કરવા માટે કંગનાએ અનેક પડકારો અને અવરોધોનો સામનો કર્યો. આ પ્રોજેક્ટ દરમિયાન તેમણે જે તણાવ અને મુશ્કેલીઓનો સામનો કર્યો તે એક મજબૂત ઉદાહરણ છે. કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે, તે ભવિષ્યમાં રાજકીય વિષયક ફિલ્મો બનાવવામાં રસ નહીં રાખે.