મેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઈવીએમમાં બંધ થઈ ગયું છે. પરંતુ આ પહેલા ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ બીજેપીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મૌલાના સાજીદ રશીદીએ કહ્યું છે કે તેમણે દિલ્હીની ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યો છે. રશીદીએ કહ્યું કે મેં મારા જીવનમાં પહેલીવાર ભાજપને વોટ આપ્યો છે. ભાજપને વોટ આપીને મેં મુસ્લિમો ભાજપને વોટ નથી આપતા એ માન્યતાને તોડવાનો પ્રયાસ કર્યો છે.તેમણે કહ્યું કે હું મોદીજીને એકવાર ગળે લગાવવા માંગુ છું. હું તેમને એ જ રીતે ગળે લગાવવા માંગુ છું જે રીતે તેમણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા હતા. હું ઈચ્છું છું કે મોદીજી પણ મને ગળે લગાવે. ભાજપે પણ મુસ્લિમોને સાચા દિલથી અપનાવવા જોઈએ.
તેમણે કહ્યું કે હું એવું નથી કહેતો કે એક થઈને વોટ કરો. હું કહું છું કે ભાજપને હરાવવા માટે મુસ્લિમો વોટ કરે છે એવી ધારણાને તોડવાની જરૂૂર છે. ભાજપ અમારા માટે અસ્પૃશ્ય નથી કે અમે કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટીના બંધુઆ મજૂર નથી.
રાશિદીએ કહ્યું કેજરીવાલે દિલ્હી રમખાણો અંગે મુસ્લિમો માટે શું કર્યું? કોંગ્રેસે અમારા માટે શું કર્યું? દિલ્હી રમખાણો દરમિયાન રાહુલ ગાંધી મુસ્તફાબાદ ગયા હતા પરંતુ તેઓ તાહિર હુસૈનના ઘરે ગયા ન હતા. કેજરીવાલે તબલીગી જમાત પર નિશાન સાધ્યું અને કોવિડ દરમિયાન તબલીગીને જવાબદાર ગણાવી.
તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષો મુસ્લિમો સાથે સમાન વર્તન કરે છે. એવું નથી કે કોંગ્રેસે મુસ્લિમો માટે બહુ કામ કર્યું છે. જ્યારે આપણે કોઈ પક્ષને મત આપીએ છીએ, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે તે પક્ષ અમારા અધિકારોનું રક્ષણ કરે.
તેમણે કહ્યું કે ભાજપને મત આપનાર હું એકલો નથી.
મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યો છે. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે ભાજપથી ડરવાની જરૂૂર નથી. તેઓ અમને આ દેશમાંથી ભગાડી શકતા નથી.