For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું રોજ 2 કલાક જ ઊંઘ લઉં છું: સલમાન

10:58 AM Feb 14, 2025 IST | Bhumika
હું રોજ 2 કલાક જ ઊંઘ લઉં છું  સલમાન

સલમાન ખાન તાજેતરમાં ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટ શો પડંબ બિરયાનીથમાં આવ્યો હતો. મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાને 2024માં પોતાનો પોડકાસ્ટ શો શરૂૂ કર્યો હતો અને હવે એમાં ગેસ્ટ તરીકે સલમાન ખાને હાજરી આપી છે. આ શોમાં સલમાને તેના અંગત જીવનને સ્પર્શતા મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી. આ પોડકાસ્ટમાં સલમાને ખુલાસો કર્યો હતો કે જ્યારે મારી પાસે કરવા માટે કોઈ કામ નથી હોતું ત્યારે હું ઊંઘવાનું પસંદ કરું છું અને દિવસમાં માત્ર બે કલાક જ સૂવાનું પસંદ કરું છું.

Advertisement

પોતાના આ રૂૂટીન વિશે વાત કરતાં સલમાને કહ્યું છે કે હું સામાન્ય રીતે રોજ બે કલાક જેટલી જ નીંદર કરું છું. હા, મહિનામાં એકાદ વખત હું સાત-આઠ કલાકની નીંદર કરી લઉં છું. ક્યારેક હું શોટ્સ વચ્ચેના બ્રેકમાં થોડી નીંદર મારી લઉં છું. હું ત્યારે જ સૂવાનું પસંદ કરું છું જ્યારે મારી પાસે કરવા માટે કાંઈ કામ નથી હોતું. હા, હું જ્યારે જેલમાં હતો ત્યારે સારી રીતે સૂઈ જતો હતો અથવા તો ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હોઉં ત્યારે પ્રોપર ઊંઘ કરી લેતો, કારણ કે મારી પાસે ત્યારે કરવા જેવું ખાસ કાંઈ હોતું નથી.

સફળતાને કઈ રીતે હેન્ડલ કરવી જોઈએ એ વિશે પણ વાત કરી છે. સલમાને કહ્યું કે સફળતા મેળવવા માટે આકરી મહેનત કરો. જ્યારે સફળતા મળી જાય ત્યારે એનું શ્રેય એ તમામ લોકો સાથે શેર કરો જેમણે તમને સફળતા સુધી પહોંચવામાં મદદ કરી છે. તમારી નિષ્ફળતાની જવાબદારી તમારી પોતાની છે, પણ તમારી સફળતા તમારા એકલાની નથી. જો તમારા મગજમાં સફળતાની રાઈ ભરાઈ જાય તો તમારી બરબાદી નક્કી છે.
સલમાન સામાન્ય રીતે જાહેરમાં ભાઈ અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના ડિવોર્સની ચર્ચા કરવાનું ટાળતો હોય છે.

Advertisement

ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટ શો ડંબ બિરયાનીમાં સલમાને ભાઈ અરબાઝ અને મલાઇકાના સેપરેશન વિશે વાત કરી છે. સલમાને વાતચીત દરમ્યાન અરહાનને સલાહ આપતાં કહ્યું છે કે મને ખબર છે કે તારાં માતા-પિતાના ડિવોર્સ પછી તારા જીવનમાં બહુ ફેરફાર આવ્યો છે. હવે આમાંથી તારે રસ્તો બનાવવાનો છે. એક દિવસ તારો પોતાનો પરિવાર હશે અને તારે તારો પરિવાર બનાવવાના પ્રયાસ કરવાના છે. પરિવાર સાથે બેસીને લંચ અને ડિનર કરવાની સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ તેમ જ પરિવારના વડાનું હંમેશાં માન જાળવવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement