મેં ક્યારેય વ્યક્તિગત લાભો માટે વિચાર્યું નથી: અસિત મોદી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીના સૌથી ફેવરિટ શોમાંથી એક છે. આ શોને 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને ફેન્સ આજે પણ તેને ખૂબ પસંદ કરે છે. આ સિરિયલની કહાની જેટલી પસંદ આવી, તેટલી જ તે તેની કોન્ટ્રોવર્સી કારણે પણ ચર્ચામાં રહી. 2023 માં શોના ઘણા ભૂતપૂર્વ કલાકારોએ નિર્માતા અસિત મોદી પર દુર્વ્યવહાર અને બાકી રકમ ન ચૂકવવા સહિત ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. અસિત મોદીએ ખુલાસો કર્યો કે આવી ઘટનાઓથી હું પરેશાન થઈ જાઉ છું. નિર્માતાએ કહ્યું, મેં ક્યારેય પોતાને કલાકારોથી અલગ કર્યો. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે.
હું હંમેશા ખૂબ જ ઈમાનદાર રહ્યો છું અને શોને પ્રથમ સ્થાન આપ્યું છે. મેં ક્યારેય કોઈ વ્યક્તિગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓથી પરેશાન થઈ જાઉ છું, પરંતુ તે જીવનનો એક ભાગ છે. તેને વધુમાં કહ્યું, જે એક્ટર્સ શો છોડીને ગયા છે તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે, તે યોગ્ય છે. હું તેમને કંઈ કહીશ નહીં. તેઓએ મારા શોમાં કામ કર્યું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફળતામાં તેમની ભૂમિકા છે. પછી, ભલે મે તેનું નેતૃત્વ કર્યું હોય, પરંતુ બધાના પ્રયત્નોને કારણે આ શો ફેમસ થયો. હું આજે જે કંઈ પણ બની શક્યો તે એકલા બની શક્યો ન હોત.