હું કોરિયોગ્રાફર નથી કે પલાશ સાથે સંબંધ નથી
ચેટ વાયરલ કરનારી યુવતીનો ખુલાસો
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના મોકૂફ રાખેલા લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. લગ્ન ટળી ગયા બાદ પલાશ પર સ્મૃતિને ધોખો આપવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે. આ મામલે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. પલાશની મેરી ડીકોસ્ટા સાથેની અંગત ચેટ્સ (ચેટ્સ) સામે આવ્યા પછી આ સમગ્ર વિવાદે વધુ જોર પકડ્યું છે. પલાશે આ આરોપો પર હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી.
હવે ચેટ વાઈરલ કરનાર યુવતી સામે આવી છે અને જાતે જ તેનો ખુલાસો કર્યો છે. પલાશ મુચ્છલ સાથેની ચેટ વાયરલ કરનાર મેરી ડીકોસ્ટાએ ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ દ્વારા અન્ય ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે તે જ વ્યક્તિ છે જેણે ચેટ પોસ્ટ કરી હતી, પરંતુ તે ક્યારેય નહોતી ઇચ્છતી કે તેની ઓળખ સામે આવે. મેરીએ સ્પષ્ટતા કરી કે તે ન તો કોરિયોગ્રાફર છે અને ન તો તેમનો પલાશ સાથે કોઈ સંબંધ હતો. મેરીએ ખુલાસો કર્યો કે આ ચેટ્સ મે-જુલાઈ 2025 દરમિયાનની હતી અને માત્ર એક મહિના સુધી ચાલી હતી. તે ક્યારેય પલાશને મળી નથી કે તેની સાથે ક્યારેય જોડાઈ નથી. લોકો પૂછી રહ્યા છે તમે હવે આ વિશે કેમ વાત કરી રહ્યા છો? સત્ય એ છે કે મેં ખરેખર જુલાઈમાં તેનો ખુલાસો કર્યો હતો, પરંતુ તે સમયે કોઈને ખબર નહોતી કે તે કોણ છે, તેથી કોઈનું ધ્યાન ગયું નહીં.