For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યો

11:14 AM Jun 10, 2025 IST | Bhumika
આરોપી નહીં પીડિતા છું  સોનમનો ‘બચાવ’  રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યો

રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઘણા દિવસોથી ગુમ થયેલી તેની પત્ની સોનમ રઘુવંશી આખરે ગાઝીપુરમાંથી મળી આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સોનમે પોતાને આરોપી નહીં પણ પીડિતા ગણાવી છે. તેનું કહેવું છે કે તેનું અપહરણ કરીને ગાઝીપુરમાં છોડી દેવામાં આવી હતી. સોનમના નિવેદનથી પોલીસ અને પરિવાર બંને આશ્ચર્યચકિત છે. એક તરફ પોલીસે તેના દાવાની તપાસ શરૂૂ કરી છે, ત્યારે રાજાનો પરિવાર સોનમ પર શંકા કરી રહ્યો છે અને ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે.
બીજી તરફ, યુપીના ગાઝીપુર જિલ્લા અદાલતે સોનમને શિલોંગ પોલીસને 72 કલાકની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપી છે.

Advertisement

ઈન્દોરના પ્રખ્યાત રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ગુમ થયેલી તેમની પત્ની સોનમ રઘુવંશી યુપીના ગાઝીપુરમાં મળી આવી છે. સોનમનું પહેલું નિવેદન બહાર આવ્યું છે જેમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હું આરોપી નથી, મારું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે પોતે ઘરે ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે તેનું અપહરણ કરીને ગાઝીપુરમાં છોડી દેવામાં આવી હતી. હાલમાં, સોનમ પોતાને પીડિતા ગણાવી રહી છે અને આ હત્યામાં સામેલ ન હોવાનું જણાવી રહી છે. પોલીસે સોનમના આ દાવાની તપાસ શરૂૂ કરી દીધી છે, પરંતુ મામલો વધુ જટિલ બની રહ્યો છે.

જ્યારે સોનમ પોતાને અપહરણનો ભોગ બનનાર હોવાનો દાવો કરી રહી છે, ત્યારે રાજા રઘુવંશીના પરિવારમાં ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજાના મૃત્યુ પછી, જ્યારે સમાચાર આવ્યા કે સોનમ જીવતી મળી આવી છે અને પોતાને નિર્દોષ હોવાનો દાવો કરી રહી છે, ત્યારે ઇન્દોરમાં તેના પરિવારના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ સોનમના ફોટા અને પોસ્ટરો સળગાવી દીધા હતા અને સોનમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સોનમ જ્યાં પુત્રવધૂ તરીકે પગ મૂક્યો હતો તે ઘરના દરવાજા પર તેનો ફોટો સળગાવી દેવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે સોનમની ભૂમિકા સંપૂર્ણપણે શંકાસ્પદ છે અને તેના શબ્દો પર વિશ્વાસ કરી શકાય નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement