મુંબઈ એરપોર્ટ પરથી 42 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
ઓપરેશન વીડ આઉટ હેઠળ ચાલી રહેલી કામગીરીની મોટી સફળતામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ રવિવારે બેંગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી રહેલા બે મુસાફરો પાસેથી 42.34 કિલો હાઈ-ગ્રેડ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની ગેરકાયદેસર બજારમાં કિંમત આશરે ₹42 કરોડ છે.
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ડીઆરઆઈ અધિકારીઓએ બે મુસાફરોને આગમન પછી તરત જ અટકાવ્યા અને તેમના સામાનની વિગતવાર તપાસ કરી હતી.
શોધખોળ દરમિયાન 21 ફૂડ પેકેટ - નૂડલ્સ અને બિસ્કિટ સહિત - મળી આવ્યા હતા, જેમાં નિયમિત ફૂડ પેકેજિંગમાં કુશળતાપૂર્વક છુપાયેલ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. ગઉઙજ કીટનો ઉપયોગ કરીને ફિલ્ડ પરીક્ષણોમાં માદક પદાર્થોની હાજરીની પુષ્ટિ થઈ હતી.
42.34 કિલો વજનનો આ પ્રતિબંધિત માલ 1985ના નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો અને બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.
