અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યો
અમૃતસરના મજીઠા રોડ પર જોરદાર વિસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે શખ્સ બોમ્બ મુકવા આવ્યો હતો તેના હાથમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં યુવકનું મોત થયું છે.
લોકોએ જણાવ્યું હતું કે તે વ્યક્તિ બોમ્બ લઈને આવ્યો હતો અને તેના હાથમાં વિસ્ફોટ થયો હતો. શંકાસ્પદ આતંકવાદીને ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું. મળતી માહિતી મુજબ, જે વિસ્તારમાં વિસ્ફોટ થયો તે વિસ્તાર અમૃતસર ગ્રામીણ પોલીસ હેઠળ આવે છે. પોલીસે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.
વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે નજીકના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરી. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વિસ્ફોટ મજીઠા રોડ બાયપાસ નજીક ડિસેન્ટ એવન્યુની બહાર થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે એક વ્યક્તિ નજીકના ખાડામાં પડેલો હતો અને ચીસો પાડી રહ્યો હતો. આ વ્યક્તિનું મોત થયું છે.
પોલીસને આશંકા છે કે મૃતક કબાડી છે અને કબાડમાં મળતા જૂના બોમ્બ તોડવા માટે અહીં લાવ્યો હશે. જેવો જ તેને બોમ્બ તોડવાનો પ્રયાસ કર્યો તો તેમાં વિસ્ફોટ થયો અને તેનું મોત થઇ ગયું. બોમ્બ કઇ રીતનો હતો તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.