HR88B8888 દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ: પસંદગીનો નંબર મેળવવા કાર માલિકે 1.17 કરોડ ચૂકવ્યા
આકર્ષક, ફેન્સી અને લકી નંબરના દીવાના વાહનની કિંમત કરતા નંબર પ્લેટ માટે વધુ રકમ ચૂકવે છે
હરિયાણાના સોનીપતમાં ફોર વ્હીલર વાહનોના VIP રજિસ્ટ્રેશન નંબરોની ઓનલાઈન હરાજી દરમિયાન ફરી એકવાર ઇતિહાસ બન્યો છે. સોનીપત જિલ્લાના કુંડલી કસ્બાના ફેન્સી નંબર HR88B8888એ આ વખતે રેકોર્ડ તોડીને 1 કરોડ 17 લાખ રૂૂપિયાની અભૂતપૂર્વ બોલી હાંસલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અત્યાર સુધીનો દેશનો સૌથી મોંઘો VIP નંબર બની શકે છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે સાંજે 5 વાગ્યે બોલી પ્રક્રિયા સમાપ્ત થઈ. ત્યાં સુધીમાં આ ખાસ નંબરની કિંમત 1.17 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગઈ હતી. હરાજીના પ્રભારી અધિકારીઓના મતે, હજુ આ નંબર ખરીદવામાં આવ્યો નથી. બોલી લગાવનાર વ્યક્તિએ આગામી 5 દિવસની અંદર પૂરી રકમ જમા કરાવવી પડશે, તો જ આ નંબર બ્લોક કરવામાં આવશે.
આ ફેન્સી VIP નંબર સોનીપતના કુંડલી વિસ્તારનો છે અને તેને બ્લોક કરાવ્યા પછી વાહનનું રજિસ્ટ્રેશન પણ અહીં જ થશે. આ નંબરમાં ચાર વખત પ8થ આવવાને કારણે તેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. નંબર પસંદ કરનારાઓમાં ‘8888’ સીરીઝની હંમેશાથી ખાસ માંગ રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધી બોલી લગાવનારની ઓળખ સામે આવી નથી. નિયમો હેઠળ બોલી સમાપ્ત થયા પછી જ ઔપચારિક પ્રક્રિયા શરૂૂ કરવામાં આવે છે. જો બોલી લગાવનાર રકમ જમા નહીં કરાવે, તો આ નંબર ફરીથી હરાજી માટે ઉપલબ્ધ કરાવી શકાય છે.
આ પહેલા પણ હરિયાણાના ઘણા જિલ્લાઓમાં મોંઘી બોલીના મામલા સામે આવ્યા હતા, પરંતુ સોનીપતનો આ નંબર તે તમામ રેકોર્ડને પાછળ છોડી ચૂક્યો છે.