રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાસન અને દેશવાસીઓ વચ્ચે ભરોસા નામનો સંબંધસેતુ કેવી રીતે બની શકે ?

12:43 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બિઝનેસમેન સહિતના કરોડો દેશવાસીઓ દ્વારા શાસનને ચૂકવવામાં આવતાં ટેકસીસની. દરેક બિઝનેસમેન, પછી તે ટ્રેડર હોય કે મેન્યુફેક્ચરર- પોતાની જિંદગીઓ દરમિયાન પોતાની કમાણીનો મોટો હિસ્સો શાસનને વેરાઓ સ્વરૂૂપે ચૂકવતો હોય છે. આ બિઝનેસમેન પોતાના ઘર, પરિવાર કે સંતાનોના શિક્ષણ કે લગ્ન જેવી બાબતોમાં જેટલો ખર્ચ કરે છે તેનાથી વધુ નાણાં સમગ્ર જિંદગી દરમિયાન શાસનને ચૂકવતો હોય છે, કારણ કે વ્યવસાય ઉપરાંત આ બિઝનેસમેન પોતાની જિંદગી દરમિયાન જે કાંઈ અન્ય ખર્ચ કે ખરીદી કરે છે તે દરમિયાન ટેક્સ પેઈડ નાણાંના ખર્ચ દરમિયાન ફરીથી એન્ડ યૂઝર તરીકે વિવિધ ટેક્સ ચૂકવતો હોય છે. એ જ રીતે દેશભરના કરોડો કરદાતાઓ વિવિધ સેવા, સુવિધાઓ અને ગુડ્ઝ પર શાસનને અબજો રૂૂપિયા ટેક્સ ચૂકવે છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, કરોડો દેશવાસીઓ શાસનને જે ટેક્સ ચૂકવે છે તે અબજો ખરવો રૂૂપિયાના હિસાબો પારદર્શક હોય છે ? શાસન નાગરિકોને ટેકસના નાણાંનો હિસાબ પારદર્શકતાથી ન આપે તે ચાલે ?

દેશવાસીઓની મહેનત અને આવડતની કમાણીના આ અબજો ખરવો રૂૂપિયાનો હિસાબ આપવા શાસન બંધાયેલું નથી ? તો પછી કરોડો દેશવાસીઓ આ હિસાબ શા માટે માંગી રહ્યા નથી ? ખાનગી પેઢી કે કંપનીના હિસાબો માફક શાસનના પણ આવકજાવકના આ તમામ હિસાબો ઓનલાઈન અને અપડેટેડ ન થઈ શકે ? તેને આ રીતે પારદર્શક ન બનાવી શકાય ? આજે આપણે જોઈએ છીએ કે, દૈનિક અબજો ટ્રાન્ઝેક્શન ધરાવતી સમગ્ર બેંકિંગ સિસ્ટમને સફળતાપૂર્વક ઓનલાઈન અને અપડેટેડ રાખી શકાય છે, આપણો એક એક રૂૂપિયો બેંકમાં સલામત રહી શકે છે. આપણે આપણાં એકાઉન્ટનું ઓનલાઈન પ્રેઝન્ટેશન કોઈ પણ સમયે જોઈ શકીએ છીએ, આપણે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મારફતે આપણાં બેંક એકાઉન્ટ કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળેથી ઓપરેટ કરી શકીએ છીએ. ટૂંકમાં, રિઝર્વ બેન્કના ચુસ્ત કંટ્રોલમાં રહેલી દેશની બેંકિંગ સિસ્ટમ આટલાં વર્ષોથી સફળ રીતે સંચાલિત થઈ રહી છે, તો શાસન દેશવાસીઓ પાસેથી વિવિધ ટેક્સ સહિતની જે આવકો રાતદિવસ મેળવે છે, તે તમામ આવકો અને શાસનના એક એક રૂૂપિયાના ખર્ચની તમામ જાણકારીઓ ઓનલાઈન અને અપડેટેડ સ્વરૂૂપમાં દેશવાસીઓને શા માટે ન મળી શકે ?

આપણે દેશવાસીઓ આપણાં પરિવાર અને આપણાં બિઝનેસમાં આગળ જણાવી છે તેમ બધાં જ પ્રકારની પારદર્શકતા અમલમાં મૂકી, આપણો સ્વાર્થ સારી રીતે સાધી રહ્યા છીએ. તો પછી, આ દેશ આપણો નથી ?! આખા દેશની આવકો અને જાવકો આપણે ઓનલાઈન અને અપડેટેડ શા માટે ન કરી શકીએ ? આપણે દેશવાસીઓએ શાસનને આપેલો એક એક રૂૂપિયો આપણી જ કમાણીનો છે, તે એક એક રૂૂપિયાનો ખર્ચ પણ દેશવાસીઓ માટે જ કરવાનો હોય છે. તો પછી શાસનની આ તમામ આવકજાવકના હિસાબ ઓનલાઈન અને અપડેટેડ શા માટે નહીં ? તમે કયારેય વિચાર્યું છે ?

આ હિસાબો પારદર્શક શા માટે નહીં ? આપણે સૌ જાણીએ છીએ કે, પારદર્શકતાથી તમામ પ્રકારના લીકેજિસ અને ભ્રષ્ટાચાર નાથી શકાય છે. પારદર્શકતા ભરોસા માટેનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી શાસનના હિસાબો પારદર્શક ન બને ત્યાં સુધી, શાસન અને દેશવાસીઓ વચ્ચે ભરોસા નામનો સંબંધસેતુ કેવી રીતે બની શકે ? અને, જે રાષ્ટ્રમાં શાસન અને દેશવાસીઓ વચ્ચે, પારદર્શક સંબંધો સ્થાપિત ન થઈ શકે, ભરોસો મજબૂત ન થઈ શકે- એ રાષ્ટ્ર સ્વર્ણિમ ભવિષ્ય નિર્માણ કેવી રીતે કરી શકે ? આ રાષ્ટ્ર આપણું સૌનું છે, આપણે સૌ રાષ્ટ્રના છીએ, આ ભાવના નિર્મિત કરવા માટે શાસનના આવકજાવકના પારદર્શક હિસાબો અને તેનો શ્રેષ્ઠ અને પ્રજાલક્ષી ઉપયોગ જરૂૂરી છે. જ્યાં સુધી આ જાહેર પારદર્શકતા આપણે રાષ્ટ્રમાં નિર્મિત નહીં કરી શકીએ, ત્યાં સુધી આપણે હાલની અસ્તવ્યસ્ત સ્થિતિઓને બહેતર નહીં બનાવી શકીએ, એમ તમને નથી લાગતું ?

આપણે સૌ કરોડો દેશવાસીઓ આ ભારત નામની પેઢીના ખરા વારસદારો છીએ, શાસન તો માત્ર મેનેજર છે
આપણે સૌ કરોડો દેશવાસીઓ આ ભારત નામની પેઢીના ખરા વારસદારો છીએ, શાસન તો માત્ર પમેનેજરથ છે. પેઢીના ખરા વારસદારોએ પેઢીના હિસાબ સહિતની બધી બાબતો અંગે મેનેજર પાસેથી બધું જાણવું ન જોઈએ ? આ સાર્વજનિક અને સૌથી મોટી અને સૌથી માલદાર પેઢીના હિસાબો સહિતની બધી જ બાબતો પપારદર્શકથ પદ્ધતિઓ દ્વારા પેઢીના વારસદારો સમક્ષ જાહેર ન થવી જોઈએ ? તો પછી શા માટે આ પારદર્શકતા કયાંય જોવા મળતી નથી ? આ સૌથી મોટી પેઢીનું સંચાલન પારદર્શક હિસાબો સાથે થઈ શકે તો, આ પેઢી કરોડો દેશવાસીઓને ટનાટન આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપરાંત વર્લ્ડ ક્લાસ શિક્ષણ સહિતની સેવાઓ પૂરી પાડવા સક્ષમ બની શકે એમ છે, એ મુદ્દો સ્વીકારવામાં તમે કોઈ પણ પ્રકારનો હિચકિચાટ અનુભવશો નહીં, ખરું ને ? હવે પછી આપણે સરકારના તમામ નાણાંકીય હિસાબ કિતાબ, શાસનની આવકો અને જાવકો, ઓનલાઈન સરવૈયું તેમજ આરોગ્ય અને શિક્ષણ જેવા વિષયો અંગે તદ્દન નવી રીતે ચર્ચાઓ કરીશું.

Tags :
government and citizensindiaindia news
Advertisement
Next Article
Advertisement