મધ્યપ્રદેશમાં જામીન નકારનાર જજના ઘર પર હુમલો, 3 ઝડપાયા
જામીન અરજી નકારવામાં આવતા ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ શનિવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અમનદીપસિંહ છાબરા (39) ના સરકારી નિવાસસ્થાને તોડફોડ કરી હતી.
પોલીસે FIR નોંધી અને તપાસ શરૂૂ કરી. આરોપી પ્રિયાંશુ ઉર્ફે જગુઆરસિંહ (25), દેવેન્દ્ર કેવત ઉર્ફે સોનુ (23) અને મણિકેશ સિંહ ઉર્ફે પુટ્ટન (19) ને શોધી કાઢવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી. પોલીસે હુમલામાં કથિત રીતે વપરાયેલી મોટરસાયકલ પણ જપ્ત કરી.
અનુપપુરના પોલીસ અધિક્ષક (SP) મોતી ઉર રહેમાને જણાવ્યું કે મુખ્ય આરોપી પ્રિયાંશુ પર ત્રણથી ચાર મહિના પહેલા એક કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો અને છાબરા દ્વારા તેની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. બાદમાં તેણે વધારાના સેશન્સ જજ પાસેથી જામીન મેળવ્યા. જામીન પર બહાર આવતા, તેણે અને તેના સાથીઓએ છાબરાના ઘર પર તોડફોડ કરી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી.