For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોરર કોમેડી ‘થામા’ 2 ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે

10:56 AM Nov 27, 2025 IST | Bhumika
હોરર કોમેડી ‘થામા’ 2 ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે

આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ બોકસ ઓફિસ પર સફળ હતી

Advertisement

થામા વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક હતી, દિવાળીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેડોક હોરર કોમેડી યુનિવર્સનો ભાગ, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના અભિનિત અને આદિત્ય સરપોતદાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વ્યાપારી રીતે સફળ રહી હતી. હવે, તે OTT રિલીઝની તૈયારી કરી રહી છે.
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની હોરર કોમેડી ફિલ્મ થામાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ઓટીટી સ્ટ્રીમ અપડેટ્સના અહેવાલ મુજબ, પથામાથ 2 ડિસેમ્બરથી ઓટીટી જાયન્ટ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે. જોકે, નિર્માતાઓ કે પ્લેટફોર્મ બંનેએ થામાની ઓટીટી રિલીઝ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

મેડોક હોરર કોમેડી બ્રહ્માંડનો વિસ્તાર કરતી પથામાથ ભારતીય લોકકથાઓ પર આધારિત એક વેમ્પાયર વાર્તા છે. વાર્તા આલોકની આસપાસ ફરે છે, જેનું પાત્ર આયુષ્માન ખુરાના ભજવે છે, જે એક પત્રકાર તરીકે કામ કરે છે. તેનું જીવન એક મોટો વળાંક લે છે જ્યારે તે તેને તડકા સાથે પ્રેમ થઇ જાય છે. આલોકને પાછળથી ખબર પડે છે કે તડકા નવાઝુદ્દીન સિદ્દીકી ભજવે છે તે શક્તિશાળી યક્ષસન દ્વારા સંચાલિત રાક્ષસોના છુપાયેલા જૂથનો ભાગ છે. રહસ્યો ખુલતા જ, આલોક અને તડકા કાળી શક્તિઓનો સામનો કરવા અને માનવ દુનિયા સુધી ખતરાને પહોંચતા અટકાવવા માટે ટીમ બનાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement