For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 5ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

10:44 AM Nov 21, 2024 IST | Bhumika
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત  ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 5ના મોત  અનેક લોકો ઈજાગ્રસ્ત
Advertisement

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ વે પર બસે એક ટ્રકને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. એક ડબલ ડેકર ખાનગી બસ અલીગઢ નજીક યમુના એક્સપ્રેસ વે નંબર 56 પર એક ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકોમાં એક પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે, જ્યારે બેની ઓળખ હજુ થઈ નથી.

Advertisement

આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે, જેમાં એક 11 મહિનાનું બાળક, એક નાની બાળકી, એક પાંચ વર્ષનું બાળક, ત્રણ મહિલાઓ અને નવ પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા લોકો બારીના કાચ તોડીને બહાર આવી ગયા હતા. અકસ્માતને કારણે બસની અંદર અનેક મૃતદેહો ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા.

પોલીસે તમામ ઘાયલોને જેવરની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું મુખ્ય કારણ સ્પીડિંગ અને બેદરકારી માનવામાં આવે છે. આ ડબલ ડેકર બસ દિલ્હીથી મુસાફરોને લઈને મૌ જવા રવાના થઈ હતી. મુસાફરોનું કહેવું છે કે બસ ડ્રાઈવર ખૂબ જ ઝડપથી ડ્રાઈવ કરી રહ્યો હતો અને સામે ટ્રક જોઈને સમયસર બ્રેક લગાવી શક્યો ન હતો. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement