For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રના પુણેમાં ભયાનક માર્ગ અકસ્માત: પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, ખુદ CM શિંદે કાફલો રોકી મદદે આવ્યા

10:29 AM Dec 18, 2023 IST | admin
મહારાષ્ટ્રના પુણેમાં ભયાનક માર્ગ અકસ્માત  પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત  ખુદ cm શિંદે કાફલો રોકી મદદે આવ્યા

મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે મોડી રાત્રે નગર કલ્યાણ હાઇવે પર એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા. પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત ડિંડોર પાસે થયો હતો. પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક કલ્યાણ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે વાન પલટી ખાઈ ગઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા છે.

Advertisement

આ દુર્ઘટના ગઈકાલે રાત્રે થઈ હતી. પુણેમાં એક માર્ગ અકસ્માતમાં 5 પુરૂષો, એક મહિલા અને બે બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. ડિંડોરમાં બનેલી ઘટનાની માહિતી મળતાં જ ઓતૂર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું.

Advertisement

મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી

તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઓતુર લાવવામાં આવ્યા છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે કેટલાક મૃતકોની ઓળખ કરી છે અને તેમના પરિવારજનોને જાણ કરી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છે.

એક જ પરિવારના ચાર લોકોના મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક માર્ગ અકસ્માત ગત રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે થયો હતો. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 30 વર્ષના ગણેશ મસ્કરે, 25 વર્ષના કોમલ મસ્કરે, 4 વર્ષના હર્ષદ મસ્કરે અને 6 વર્ષની કાવ્યા મસ્કરેના મોત થયા છે. અન્ય 4 મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

CMએ કાફલાને રોકીને લોકોની મદદ કરી

જ્યારે આ અકસ્માત થયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી લીધી. આ પછી, મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. સીએમની ઘટના સ્થળનો આ વીડિયો મહારાષ્ટ્રના સીએમઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement