દિલ્હી નહીં દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ
રાજધાનીમાં બ્લાસ્ટ બાદ પકડાયેલ આતંકી ડો.શાહીનનો ખુલાસો, દિવાળી અને 26 જાન્યુઆરીએ ભારતને રક્તરંજીત કરવા બે વર્ષથી વિસ્ફોટકો એકઠા કરતા હતા: જૈશ-એ-મોહમ્મદના મોટા નેટવર્કનો ભાંડાફોડ
સોમવારે રાજધાની દિલ્હીમાં થયેલ કાર વિસ્ફોટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને બ્લાસ્ટની તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ) દ્વારા તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આતંકીઓનું પ્લાનીંગ ફકત દિલ્હી નહી પરંતુ દેશભરમાં સિરીયલ બ્લાસ્ટ કરવાનું હતું. આ માટે તેઓ બે વર્ષથી વિસ્ફોટકો એકઠા કરી રહ્યા હતા. દિવાળીના તહેવારોમાં દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ કરીને લોકોમાં ખોફ પેદા કરવાનો મનસુબો હતો. પરંતુ તે સફળ ન રહેતા 26 જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું પ્લાનીંગ થઇ રહ્યું હતું.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે હરિયાણાના ફરીદાબાદના ડો. મુઝમ્મિલ શકીલના ફોનની તપાસમાં ખુલાસો થયો છે કે 26 જાન્યુઆરી અને દિવાળીના દિવસે લાલ કિલ્લામાં વિસ્ફોટ કરવાની યોજના હતી. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ડો. મુઝમ્મિલ અને ડો. ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્લાની પણ શોધખોળ કરવામાં આવી હતી. ડો. ઉમર એ શંકાસ્પદ વ્યક્તિ છે જે હ્યુન્ડાઈ આઇ-20 કારમાં વિસ્ફોટકો લઈને ગયો હતો અને લાલ કિલ્લા પાસે તેને વિસ્ફોટ કર્યો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. ઉમર ઉન નબી હુમલા પાછળ મુખ્ય કાવતરાખોર તરીકે ઉભરી આવ્યો છે. તે ફરીદાબાદ મોડ્યુલનો સૌથી કટ્ટરપંથી સભ્ય હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા ડોક્ટરો, ડો. મુઝમ્મિલ અહેમદ ગનાઈ, ડો. અદીલ મજીદ રાથેર અને ડો. શાહીન શાહીદ પણ આ મોડ્યુલનો ભાગ હતા.
સોમવારે રાત્રે શ્રીનગરમાં પૂછપરછ દરમિયાન શાહીન શાહીદે સ્વીકાર્યું હતું કે ઉમર ઘણીવાર દેશભરમાં અનેક આતંકવાદી હુમલાઓ કરવાની વાત કરતો હતો. તેઓ બધા ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજમાં સાથે કામ કરતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓની યોજનાઓની ચર્ચા કરવા માટે કામ પછી મળતા હતા.
અહેવાલો અનુસાર, ડો. મુઝમ્મિલના ફોનમાંથી મળેલા ડમ્પ ડેટાથી 26 જાન્યુઆરી અને દિવાળી પર બોમ્બ વિસ્ફોટોની યોજનાનો ખુલાસો થયો હતો. તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ મળી હતી કે આ બે મુખ્ય દિવસોમાં લાલ કિલ્લાને નિશાન બનાવવું તેમની યોજનાનો એક ભાગ હતો. તેઓ એવો સમય પસંદ કરવાનો ઇરાદો ધરાવતા હતા જ્યારે મહત્તમ ભીડ હોય.
તપાસ એજન્સીઓ અનુસાર, ઉમર, મુઝમ્મિલ અને અદીલ લગભગ બે વર્ષથી ખાતર આધારિત વિસ્ફોટકો, જેમ કે એમોનિયમ નાઈટ્રેટનો સંગ્રહ કરી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય જૈશ-એ-મોહમ્મદના નિર્દેશો પર દેશભરમાં મોટા પાયે આતંકવાદી હુમલાઓ કરવાનો હતો.
ધરપકડ કરાયેલા ડોક્ટરોની પૂછપરછમાં જૈશ-એ-મોહમ્મદના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. શાહીનએ ખુલાસો કર્યો છે કે તેનો ભાઈ પરવેઝ સઈદ પણ મુઝમ્મિલ અને અદીલ જેવા જ ચેટ ગ્રુપનો સભ્ય હતો. મંગળવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ લખનૌ પહોંચી અને પરવેઝની અટકાયત કરી, જોકે કોઈ નોંધપાત્ર જપ્તી થઈ ન હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, શક્ય છે કે તેણે ધરપકડના ડરથી વિસ્ફોટક સામગ્રીનો નાશ કર્યો હોય. દરમિયાન, ગુરુગ્રામ સ્થિત એક એમોનિયમ નાઈટ્રેટ સપ્લાયરની પણ ઓળખ થઈ છે, અને દરોડા અને ધરપકડ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
દિલ્હી વિસ્ફોટો ફક્ત ફરીદાબાદ જ નહીં પરંતુ હરિયાણાના મેવાત સાથે પણ જોડાયેલા હોવાનું જણાય છે. મૌલવી ઇસ્તકને ત્યાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેને જમ્મુ અને કાશ્મીર લઈ જવામાં આવ્યો છે. NIA અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સંયુક્ત પૂછપરછ કરી રહી છે.
મૌલવી ઇસ્તકે પોતાનો રૂૂમ ડો. મુઝમ્મિલને ભાડે રાખ્યો હોવાનું કહેવાય છે. ફરીદાબાદના ફતેહપુર ટાગા ગામમાં સ્થિત આ રૂૂમમાં 2500 કિલોથી વધુ વિસ્ફોટકો મળી આવ્યા હતા. મુઝમ્મિલે બે રૂૂમ ભાડે લીધા હતા, જ્યાં કુલ 2,900 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો મળી આવ્યા હતા. તપાસ એજન્સી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), હવે મૌલવીની પૂછપરછ કરી રહી છે.
ફરી ઓપરેશન સિંદૂર? વિદેશથી પરત ફરતા જ વડાપ્રધાને બોલાવી કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે અને વિસ્ફોટને આતંકવાદીઓ સાથે જોડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી હાલમાં ભૂટાનની મુલાકાતથી પરત ફર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધન પછીની આ પહેલી બેઠક હશે. અગાઉ, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી, હવે, ફરી એકવાર, સરકાર ઓપરેશન સિંદૂર ભાગ 2 શરૂૂ કરી શકે છે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે. સરકારે પહેલાથી જ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈપણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે.
ફરિદાબાદ મોડયુલનો માસ્ટરમાઇન્ડ ઇમામ અહેમદ, ડોકટરોને ટ્રેનિંગ આપી આતંકવાદી બનાવતો હતો
દિલ્હી વિસ્ફોટ પછી ખૂબ ચર્ચામાં રહેલા ફરીદાબાદ ટેરર મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ જમ્મુ અને કાશ્મીરનો ઇમામ હોવાનું કહેવાય છે. સુરક્ષા એજન્સીઓએ તેની ઓળખ ઇમામ ઇરફાન અહેમદ તરીકે કરી છે. તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનનો રહેવાસી છે, અને લાંબા સમયથી ફરીદાબાદમાં એક નવી આતંકવાદી ફેક્ટરી વિકસાવવામાં રોકાયેલ છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ઇમામ ઇરફાન અહેમદ મેડિકલ વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવવામાં સક્રિય રીતે સામેલ હતો અને સતત તેમનું માઇન્ડ વોશ કરતો હતો. અહેવાલ છે કે ઇમામ અગાઉ શ્રીનગર સરકારી મેડિકલ કોલેજમાં પેરામેડિક હતો. તે નૌગામ મસ્જિદમાં મળેલા ઘણા મેડિકલ વિદ્યાર્થીઓના સંપર્કમાં હતો. ધીમે ધીમે, તેણે ફરીદાબાદ મેડિકલ કોલેજમાં એક નવું મોડ્યુલ સ્થાપ્યું, જેમાં ઘણા ડોકટરોનો સમાવેશ થતો હતો.
ઇમામ ઘણા મેડિકલ વિદ્યાર્થીઓને આતંકવાદ શીખવવામાં સામેલ હતો. તે ટજ્ઞઈંઙ દ્વારા અફઘાનિસ્તાનમાં ચોક્કસ વ્યક્તિઓ સાથે પણ જોડાયેલો હતો.
ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં, બે ડોકટરો, મુઝમ્મિલ શકીલ અને મોહમ્મદ ઉમર, મિશનને પાર પાડવામાં ખૂબ સક્રિય હતા. સૂત્રો સૂચવે છે કે અહેમદ માસ્ટરમાઇન્ડ હતો, જ્યારે શકીલ અને ઉમર યોજનાઓને અમલમાં મૂકવા માટે જવાબદાર હતા. મોહમ્મદ ઉમરે ગભરાટમાં વિસ્ફોટ કર્યો હતો. ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થયા પછી ઉમર ઉતાવળમાં હતો. ઉમર સીધો મૌલવી ઇરફાન અહેમદ સાથે જોડાયેલો હતો.