રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત: અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

10:37 AM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાલ દેશમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ચિત્તોડગઢ-નિમ્બહેરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બન્યો હતો. આ અકસ્માતમાંએક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક માસૂબ બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. એક કન્ટેનરે બાઈક સવાર પરિવારને કચડી નાખ્યો હતો. આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે બન્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, શંભુપુરાના કેસરપુરામાં રહેતો સુરેશ તેના પરિવાર સાથે સંબંધીઓને મળવા ગયો હતો. મંગળવારે મોડી રાત્રે, તે અને તેનો પરિવાર ચિત્તોડગઢ-નિમ્બહેરા હાઇવે દ્વારા બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે ભાવળીયા નજીક પહોંચતા જ પાછળથી આવી રહેલું કન્ટેનર તેની ઉપર ધસી આવ્યું હતું. આ અકસ્માતમાં સુરેશ અને તેની પત્ની સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે તેમની માસુમ પુત્રી ગંભીર રીતે ઘાયલ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં બાળકીની હાલત નાજુક છે. તમામ મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી શરૂ કરી છે. ચિત્તોડગઢના એસએચઓ સદર સંજય શર્માના જણાવ્યા અનુસાર તમામ મૃતકો એક જ પરિવારના છે. અકસ્માત સમયે બાઇક પર દંપતી ઉપરાંત તેમનો પુત્ર-પુત્રી અને બે યુવકો બેઠા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ વિકાસ પંચોલી પણ ઘાયલ બાળકીની હાલત જાણવા માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા.

Tags :
deathindiaindia newsRajasthanRajasthan accidentRajasthan news
Advertisement
Next Article
Advertisement