મધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોત
મધ્યપ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં એક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સિમેન્ટ લઈ જતો ટ્રક મારુતિ ઇકો વાન પર પલટી ગયો હતો. ઇકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માત રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ થયો હતો.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલો ટ્રેલર ટ્રક એક વાન પર પલટી જતાં નવ લોકોના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત લગભગ 2.30 વાગ્યે થયો હતો, જ્યારે એક જ પરિવારના લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
ઝાબુઆના પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લાએ જણાવ્યું હતું કે, "ટ્રક મેઘનગર તહસીલ વિસ્તાર હેઠળ સંજેલી રેલ્વે ક્રોસિંગ નજીક એક કામચલાઉ રસ્તા પરથી બાંધકામ હેઠળના રેલ ઓવરબ્રિજ (ROB) ને પાર કરી રહ્યો હતો, ત્યારે તેનું સંતુલન ગુમાવ્યું અને વાન પર પલટી ગયું." તેમણે કહ્યું કે આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે અને બે અન્ય ઘાયલ થયા છે.