For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોત

10:34 AM Mar 13, 2025 IST | Bhumika
મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત  ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર  7ના મોત

Advertisement

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી ર્ત્રે થયો હતો. બદનવર-ઉજ્જૈન રોડ પર ગેસ ટેન્કર, કાર અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, પિકઅપ ટેન્કર નીચે કચડાઈ ગયું હતું. મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર અને પીકઅપ વાહનને ભારે નુકસાન થયું હતું. વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 ઘાયલોને તાત્કાલિક બદનવરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલત જોતા તેને રતલામ રીફર કરવામાં આવ્યો હતો.

Advertisement

મૃતકોમાં મંદસૌર, રતલામ અને જોધપુરના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી તમામ મૃતકો અને ઘાયલોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો સંભવતઃ તેમના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.

બદનવર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માતનું કારણ જાણવા માટે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અને ટેન્કર ચાલકની બેદરકારીને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે.

આ અકસ્માતના કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જેને પોલીસે ક્રેનની મદદથી વાહનોને હટાવીને પૂર્વવત કરાવ્યો હતો. આ

Advertisement
Tags :
Advertisement
Advertisement