For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશના ગુનામાં ભયાનક અકસ્માતઃ મુસાફરો ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ, આગ લાગતા 13 લોકો જીવતા ભૂંજાયા

10:33 AM Dec 28, 2023 IST | Bhumika
મધ્યપ્રદેશના ગુનામાં ભયાનક અકસ્માતઃ મુસાફરો ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ  આગ લાગતા 13 લોકો જીવતા ભૂંજાયા

મધ્યપ્રદેશના ગુનાથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતના કારણે બસમાં આગ લાગી હતી અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ ગુનાથી હારોન જઈ રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા 30ની આસપાસ હતી. દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની વાત કરી છે.

Advertisement

મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી

કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં 7 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ. ગુના કલેક્ટર તરુણ રાઠીએ અકસ્માતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે.

Advertisement

આ રીતે અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ડમ્પર સાથે અથડાયા બાદ બસ પલટી મારીને રોડ પર પડી હતી અને તરત જ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા મુસાફરો જીવતાં બળીને ખાખ થયાં હતા. અકસ્માતમાં ઘાયલ 17 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમની ત્યાં સારવાર ચાલી રહી છે.

ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે, અને તેમના ચહેરા જોઈને તેમની ઓળખ કરવી શક્ય નથી. જેના કારણે પરિવારના સભ્યો તેને ઓળખી શકતા નથી. બીજી તરફ, વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે અને અકસ્માત કેવી રીતે થયો અને તેના માટે જવાબદાર કોણ છે. ડમ્પરની પરમીટ વગેરે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે આ હૃદયદ્રાવક અકસ્માતમાં અકાળે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. આ વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે.

અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે

'મેં વહીવટીતંત્રને આદેશ આપ્યો છે કે ઇજાગ્રસ્ત મુસાફરોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવે અને અકસ્માતની તપાસ પણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ફરી ન બને. બાબા મહાકાલને હું દિવંગત આત્માઓની શાંતિ અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. , 'ઓમ શાંતિ.' મુખ્યમંત્રીએ મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

રાહત કાર્ય ખૂબ જટિલ હતું

દુર્ઘટના બાદ રાહત કાર્ય પણ ઘણું જટિલ હતું. બસ પલટી મારીને સીધી થઈ અને પછી મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શકાયા. કલેક્ટરની હાજરીમાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતદેહોને પણ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. આ બસમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ બીજેપી નેતાની હતી. બસ સિકરવાર ટ્રાવેલ્સના નામે હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement