રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હોળી V/S જુમ્માની નમાજ: યુપીમાં સમજૂતી

05:54 PM Mar 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સંભલના પોલીસ અધિકારીએ મુસ્લિમોને ઘરમાં રહેવા સલાહ આપ્યા બાદ બપોરે 2-30 પછી નમાજ અદા કરાશે: લખનઉ, બરેલીમાં પણ સમયમાં ફેરફાર

Advertisement

ગત સપ્તાહે યુપીના સંભલના એક પોલી અધિકારીએ હોળી વર્ષે એકવાર આવે છે, જયારે શુક્રવારની નમાઝ વર્ષમાં બાવન વખત આવે છે એમ કહી મુસ્લિમોને સલાહ આપી હતી કે જો કોઇને હોળીના રંગોની એલર્જી હોય તો તેમણે ઘરમાં રહેવું જોઇએ અને જે લોકો બહાર નીકળે છે તેમની પાસે વ્યાપક માનસિકતા હોવી જોઇએ.

સંભલના સર્કલ ઓફિસર અનુજ ચૌધરીનું નિવેદન ખુબ ચર્ચાસ્પદ બન્યું હતું. જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેનું સમર્થન કર્યું હતું. જયારે સમાજવાદી પાર્ટીએ નિવેદન વખોડી કાઢયું હતું. બિહાર ભાજપના ધારાસભ્ય હરિભુષણ ઠાકરે પણ મુસ્લિમોને ઘરમાં રહેવા જણાવતા એ રાજયમાં પણ તણાવ છે. શુક્રવારે ધુળેટી અને જુમ્માની નમાઝ એકસાથે આવતા હોવાથી યુપીના અનેક શહેરોમાં તણાવ છે ત્યારે લખનઉ, સંભલ અને બરેલીમાં હોળી પછી નમાઝ પઢવા બાબતે સમજુતી થઇ છે.

લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓએ, લખનૌ ઈદગાહના ઈમામ સહિત, મસ્જિદોને સામાન્ય બપોરના 12 વાગ્યાને બદલે 2 વાગ્યે જુમા નમાઝ યોજવાની સલાહ આપી છે. ઈદગાહ ઈમામે ઉપાસકોને દૂરની મસ્જિદોમાં જવાને બદલે તેમની સ્થાનિક મસ્જિદોમાં નમાજ અદા કરવા વિનંતી કરી હતી.

ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના ચેરમેન અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (અઈંખઙકઇ)ના એક્ઝિક્યુટિવ મેમ્બર મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલી દ્વારા આ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. તેમણે નોંધ્યું હતું કે રંગો સાથે હોળીની ઉજવણી બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહેતી હોવાથી, જુમાની નમાઝ બપોર પછી શેડ્યૂલ કરવી યોગ્ય રહેશે. લખનૌની જામા મસ્જિદ ઈદગાહમાં પણ 14 માર્ચે બપોરે 12:45 વાગ્યાને બદલે 2 વાગ્યે નમાઝ પઢવામાં આવશે.

સંભલમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હિન્દુઓ બપોરે 2:30 વાગ્યા સુધી હોળી ઉજવશે, ત્યારબાદ મુસ્લિમો જુમાની નમાઝ અદા કરશે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી કે તહેવાર દરમિયાન શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરી (ઙઅઈ) ની સાત કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે.
દરમિયાન, બરેલીમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલીવીએ ઈમામોને મિશ્ર વસ્તીવાળા વિસ્તારોમાં બપોરે 2:30 વાગ્યે જુમાની નમાઝનું આયોજન કરવા વિનંતી કરી. તેમણે મુસ્લિમોને હોળી દરમિયાન 3-4 કલાક માટે આઉટડોર પ્રવૃત્તિઓ મર્યાદિત કરવા અને આવશ્યક કાર્યો માટે બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ પણ આપી હતી.

હોળીની ઉજવણીમાં બે કલાક બ્રેક રાખો: દરભંગાના મેયરની અપીલ: ભાજપે કહ્યું, ના
શુક્રવારે હોળી અને નમાઝ મામલે વિવિધ નેતાઓના નિવેદનો પર દેશભરમાં હોબાળો શમ્યો ન હતો ત્યારે દરભંગાના મેયર અંજુમ આરા પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે શુક્રવારની નમાઝનો સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાય નહીં. આવી સ્થિતિમાં શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને દરભંગામાં હોળી રમતા સમયે બે કલાકનો બ્રેક લગાવવો જોઈએ. મેયર અંજુમ આરાએ જણાવ્યું હતું કે, સમાજમાં બે-ચાર અસામાજિક તત્વો છે, જેઓ પર્યાવરણને બગાડે છે. આવી સ્થિતિમાં, જ્યારે નમાઝનો સમય 12:30 થી 2 વાગ્યાનો છે, ત્યારે હોળી પર થોડો વિરામ લેવો જોઈએ. આ સમયગાળા દરમિયાન હોળી રમતા લોકોએ મસ્જિદથી બે કલાકનું અંતર જાળવવું જોઈએ.

Tags :
holiindiaindia newsJUMMAup
Advertisement
Advertisement