હોળીની એકંદરે શાંતિપૂર્ણ ઉજવણી: કેટલાક શહેરોમાં હિંસા
યુપીમાં શાહજહાંપુર, મથુરા, જેવરમાં અથડામણ: પંજાબમાં નમાજીઓ પર પથ્થરમારો: મહારાષ્ટ્રના રત્નાગિરીમાં મસ્જિદનો દરવાજો તોડવા પ્રયાસ
શુક્રવારે દેશભરમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી. સવારથી જ લોકોએ એકબીજા પર રંગો અને ગુલાલ લગાવ્યા હતા. આ સાથે, લોકોએ એકબીજાને અભિનંદન આપીને અને મીઠાઈઓ આપીને આ તહેવારનો આનંદ માણ્યો. હોળીના તહેવાર પર, ઘરે ઘરે પરંપરાગત વાનગીઓનો આનંદ માણવામાં આવ્યો. તે જ સમયે, હોળીના દિવસે ઇસ્લામિક રમઝાન મહિનાના બીજા શુક્રવારની નમાઝ પણ અદા કરવામાં આવી હતી.
આને ધ્યાનમાં રાખીને, દેશના ઘણા રાજ્યોમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. આ સમય દરમિયાન, પોલીસે ઘણા શહેરોમાં પેટ્રોલિંગ અને ધરણાં વધાર્યા.
જો કે યુપી અને અન્ય રાજયોના કેટલાક સ્થળોએ પથ્થરમારો અને ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના સંભલમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. 24 નવેમ્બરના રોજ મુઘલ યુગની શાહી જામા મસ્જિદના સર્વે બાદ થયેલા રમખાણો બાદ સંભલમાં તણાવ છે. આ કારણોસર વહીવટીતંત્રે અહીં વધુ સાવધાની રાખી. કડક સુરક્ષા વચ્ચે આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો.
જો કે શાહજહાંપુરમાં કેટલાક ગુંડાઓના કારણે અરાજકતામાં ફેરવાઈ ગઈ. અહીં, ત્રણ જગ્યાએ શોભાયાત્રા દરમિયાન તોફાનીઓએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે પોલીસે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેઓએ પથ્થરમારો શરૂૂ કરી દીધો. આ પછી, પોલીસે તોફાનીઓ પર લાઠીચાર્જ પણ કર્યો અને તેમનો પીછો કર્યો અને માર માર્યો. આ રમખાણ સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેરનીબાગ વિસ્તારમાં થયો હતો. આ ઉપરાંત, બડે લાત સાહેબના સરઘસ દરમિયાન, આરએએફ ટુકડીએ ઘંટઘર ખાતે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
મથુરામાં રંગ ઉડાડવા બાબતે બે જુથ વચ્ચે ઘર્ષણ બાદ ભારે પથ્થરમારો થયોહ તો. આ ઘટનામાં 10 લોકોને ઇજા થઇ હતી. જેવર કોટવાલી વિસ્તારના રાનહેરા ગામમાં પણ બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી. એ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર થયા હતા. જેમાં પાંચ ઘાયલ થયા હતા.
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીના સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછી ત્રણ દુકાનોને કથિત રીતે આગ લગાવી દેવામાં આવી હતી.
પંજાબના લુધિયાનમાં નમાઝ અદા કરી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં મસ્જિદનો દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વિશ્વ પ્રસિદ્ધ લાટ સાહેબના સરઘસ દરમિયાન પોલીસ પર જૂતા અને ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. ઉન્નાવમાં ફાગ વરઘોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. મથુરામાં કલર લગાવવા બાબતે થયેલા વિવાદમાં 10 લોકો ઘાયલ થયા છે.