રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

HMP વાઇરસ: સરકાર સબ સલામતની આલબેલ પોકાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાઉ

10:46 AM Jan 07, 2025 IST | Bhumika
Advertisement

દુનિયાભરનાં લોકોના મગજમાંથી કોરોના વાઇરસનો ડર માંડ મૉંડ ગયો છે ત્યાં હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીનો હાહાકાર હોવાના સમાચારથી લોકો ફફડી રહ્યાં છે. દુનિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે અને સોશિયલ મીડિયા પર એવી વાતો જોરશોરથી ચાલી રહી છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીના રૂૂપમાં કોરોના જેવા જ ભયંકર રોચગાળો દુનિયાના દરવાજે ટકોરા મારી રહ્યો છે તેથી સાવચેત થઈ જજો. બીજી તરફ સરકારી તંત્ર જુદું જ વાજું વગાડી રહ્યું છે.

Advertisement

ચીન અને ભારત બંનેની સરકારોએ લોકોને સધિયારો આપ્યો છે કે, ચિંતા કરવાની જરૂૂર નથી ને જેવો હાઉ ઉભો કરાઈ રહ્યો છે એવો કોઈ ભયંકર વાઇરસ કાળો કેર વર્તાવી રહ્યો નથી. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસના ચેપના દરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી અને સરકાર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે. સરકારે પણ સત્તાવાર નિવેદન બહાર પાડીને લોકોને ખોટો ડર કાઢી નાંખવા કહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગના કહેવા પ્રમાણે, શિયાળામાં ચીનમાં શ્વસનને લગતા રોગો વકરે જ છે તેથી તેનાથી ડરવાની જરૂૂર નથી.

હ્યુમન મેટાપ્યુમો વાઇરસના ડરના કારણે પ્રવાસીઓ ચીન આવતા બંધ થઈ ગયા છે તેથી તેમણે આશ્વાસન આપતાં તેમણે કહ્યું, છે કે, ચીનની સરકાર ચીનમાં આવનારા ચીની નાગરિકો અને વિદેશીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તેથી કોઈ પણ ચિંતા વિના તમતમારે ચીનમાં આવો ને આરામથી ફરો. ભારત અને ચીનની સરકારથી અલગ જ માહોલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા લોકો સામે એવું ચિત્ર ઊભું કરે છે કે જાણે આભ તૂટી પડ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર એવો માહોલ પેદા કરી દેવાયો છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવી કોરોના કરતાં પણ ખતરનાક છે અને ચીનમાં કાળો કેર વર્તાવી રહ્યો છે.

બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને વ્હાઇટ લંગ્સના કેસ વધી રહ્યા છે અને બાળકો ટપોટપ મરી રહ્યાં છે. આ બધી વાતોના કારણે લોકો મૂંઝવણમાં છે કેમ કે સરકારી તંત્ર ને સોશિયલ મીડિયા બંનેની વિશ્વસનિયતા સાવ ઝીરો છે. સોશિયલ મીડિયા ને સરકાર બંને જૂઠાણાં ફેલાવવામાં માહિર છે તેથી કોને સાચા માનવા એ લોકો માટે સવાલ છે. લોકોની મૂંઝવણ સમજી શકાય એવી છે ને તેમાંથી નિકળવાનો એક માત્ર ઉપાય સતર્કતા છે.

Tags :
governmentHealthHMP Virusindiaindia news
Advertisement
Next Article
Advertisement