HMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થા
ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઠઇંઘએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં જ થઈ હતી. તે લોકોમાં લાંબા સમયથી હાજર છે જે શિયાળાની ઋતુમાં ઉગે છે.
તાજેતરમાં જ ચીનમાં HMPV ના ઘણા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ મળવા લાગ્યા હતા.
આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વાયરસ પણ કોરોના જેવી તબાહી સર્જી શકે છે. જો કે, તાજેતરમાં આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ લોકોને ગભરાવાની અપીલ કરી હતી. હવે ઠઇંઘએ પણ આ વાત સ્પષ્ટ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે.
શ્વાસ અને સામાન્ય શરદી જેવી ફરિયાદ થઈ શકે છે. દેશમાં અત્યાર સુધીમાં HMPV ના નવ કેસ નોંધાયા છે, નવમો કેસ બુધવારે સવારે મહારાષ્ટ્રમાં નોંધાયો હતો જ્યાં હિરાનંદાની હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીમાં આ ચેપ જોવા મળ્યો હતો.