હિંદુઓ જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાપાઠ કરી શકે છે: અલ્લાહાબાદ હાઇકોર્ટ
અલ્લાહાબાદ હાઇકોર્ટે આજે મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી હિંદુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદના તેહખાના (ભોંયરા)માં પૂજા કરી શકે છે એવો ચકાદો આપ્યો હતો. અલ્લાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ રોહીત રંજન અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.મુસ્લિમ પક્ષે જણાવ્યું હતું કે જિલ્લા અદાલતનો આદેશ કાનૂની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે, હિન્દુ પક્ષોએ દલીલ કરી હતી કે તે પમુસ્લિમોના અધિકારને અસર કરતું નથી.અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલો, એસએફએ નકવી અને પુનીત ગુપ્તાએ દલીલ કરી હતી કે પૂજાના અધિકારની માંગણી કરતી સિવિલ સુટમાં અધિકારો નક્કી કર્યા વિના વચગાળાના આદેશ દ્વારા અંતિમ રાહત આપવી એ કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન છે.
વકીલોની દલીલ મુજબ, વધુમાં, જિલ્લા ન્યાયાધીશે પોતે બે વિરોધાભાસી આદેશો આપ્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિવિલ પ્રોસિજર કોડની કલમ 152 માં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરીને, કોર્ટ મૂળ હુકમના સ્વરૂૂપમાં ફેરફાર કરવાનો આદેશ આપી શકે નહીં.સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણુ શંકર જૈન હિંદુ પક્ષ વતી હાજર થયા હતા.શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વતી સીએસ વૈદ્યનાથને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દલીલો કરી હતી. તેમણે લગભગ 40 મિનિટ સુધી દલીલો રજૂ કરી અને કહ્યું કે જ્ઞાનવાપીની જમણી બાજુએ ભોંયરું આવેલું છે.તેમણે જણાવ્યું કે જ્યાં હિન્દુઓ વર્ષ 1993 સુધી પૂજા કરતા હતા. ઓર્ડર 40 નિયમ 1 ઈઙઈ હેઠળ, વારાણસી કોર્ટે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કર્યા, તેથી આ નિર્ણય કોઈપણ રીતે મુસ્લિમોના અધિકારોને અસર કરતું નથી. કારણ કે મુસ્લિમે ક્યારેય ભોંયરામાં નમાઝ અદા કરી ન હતી અને જ્યારે કોર્ટ દ્વારા વારાણસીના ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કર્યા હતા, ત્યારે તેમણે કોર્ટના આદેશનું પાલન કર્યું હતું.
વારાણસી કોર્ટે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે હિંદુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં વ્યાસ તેખાનામાં નમાજ અદા કરી શકે છે. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નામાંકિત પૂજા અને પુજારી માટે વ્યવસ્થા કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.
આ પછી, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ 1 ફેબ્રુઆરીએ અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ વારાણસી કોર્ટના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મસ્જિદ સમિતિની અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યાના થોડા સમય બાદ આ બન્યું હતું.ઉલ્લેખનીય છે કે, મસ્જિદના ભોંયરામાં ચાર તહખાના (ભોંયરાઓ) છે, જેમાંથી એક હજુ પણ વ્યાસ પરિવારના કબજામાં છે, જેઓ ત્યાં રહેતા હતા. જો કે, મસ્જિદ સમિતિના જણાવ્યા મુજબ, વ્યાસ તેખાના મસ્જિદ પરિસરનો એક ભાગ હોવાના કારણે તેમના કબજા હેઠળ હતું, અને વ્યાસ પરિવાર અથવા અન્ય કોઈને તેખાનાની અંદર પૂજા કરવાનો કોઈ અધિકાર નથી.દરમિયાન, હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે વ્યાસ પરિવારે 1993 સુધી ભોંયરામાં ધાર્મિક વિધિઓ યોજી હતી, પરંતુ રાજ્ય સરકારના આદેશના પાલનમાં તેઓએ તેને બંધ કરવું પડ્યું હતું.