VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. શિમલાના સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનોના ટોળાએ પોલીસ દ્વારા ગોઠવાયેલા બેરીકેટ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો કર્યો છે. પ્રદર્શનકારીઓ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
મોટી સંખ્યામાં તૈનાત પોલીસ દળો પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે. ગઈકાલે માલ્યાણામાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો
આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, ત્યારબાદ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.