ભારતનું હૃદય એટલે જ હિન્દી
હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે. મોટાભાગના લોકો ઘણીવાર રાષ્ટ્રીય હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ વચ્ચે મૂંઝવણ અનુભવતા હોય છે. દર વર્ષે હિન્દી ભાષા દિવસ 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય છે અને ‘વિશ્વ હિન્દી દિવસ’ આખા વિશ્વમાં 10 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. વિશ્વમાં હિન્દીનો વિકાસ કરવા અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે પ્રમોટ કરવાનાં ઉદેશ્ય સાથે વિશ્વ હિન્દી પરિષદો પણ શરૂૂ કરાઈ હતી. પહેલી પરિષદ 10 જાન્યુઆરી 1975માં મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાઈ હતી.
14 સપ્ટેમ્બર, 1949ના રોજ ભારતીય સંવિધાન સભાએ હિન્દી ભાષાને ભારતની રાજભાષા તરીકે સ્વીકારી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસે ‘હિન્દી દિવસ’ ઉજવાય છે. આ દિવસે આખા વિશ્વમાં ધામધૂમથી વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થાય છે. આવા જાહેર કાર્યક્રમોમાં હિન્દી ભાષા માટે મુક્ત મને ચર્ચા કરવામાં આવે છે. ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા જ હિન્દી છે. જેમ કે, નેપાળ, મોરેશિયસ, સુરિનામ, ગુયાના ટોબેગો, ફિજી જેવા ઘણા દેશોમાં મુખ્ય ભાષા હિન્દી જ બોલાય છે.
આપણી માતૃભાષા હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. પહેલી અંગ્રેજી, બીજી ચાઈનીઝ તેમજ ત્રીજી હિન્દી ભાષા છે. જે ભારતીયો માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે.
ભારત એક વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે. તેમજ ભારતમાં ઘણી ભાષાઓ પણ બોલાય છે, આમ છતાં હિન્દી ભાષા જ ભારતના તમામ રાજ્યોને જોડવાનુ કામ કરે છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ દિવસે ને દિવસે ખૂબ જ વધતું જાય છે તેમજ હિન્દી ભાષા બોલનારા કરતા અંગ્રેજી બોલનારાઓની સંખ્યા વધતી જતી હોવાના લીધે અને હિન્દી ભાષાની પકડ મજબૂત બનાવવા માટે જ આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. કારણકે, હિન્દી માત્ર એક ભાષા જ નથી, પણ તે ભારતીય સંસ્કૃતિની આત્મા છે.
પોતાની માતૃભાષા પ્રત્યે લગાવ કે લાગણી હોવી એ દેશભક્તિનું જ એક સ્વરૂૂપ છે. આપણા દેશમાં અનેક વિવિધતાઓ હોવા છતાં હિન્દી ભાષાએ સૌને એકતાના તાંતણે બાંધી રાખ્યા છે. હિન્દી જ એક એવી ભાષા છે, જેના માધ્યમથી તમે તમારી વાત કોઈને પણ સરળતાથી રજૂ કરી શકો છો. આજના યુવાનિયાઓ અંગ્રેજી બોલીને પોતાની જાતને બીજા કરતા ઉંચી માનતા હોય છે. પરંતુ સત્ય તો એ જ છે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી બોલવામાં અત્યંત સુંદર છે. જે વૈશ્વિક સ્તરે દરેક ભારતીયોને માન, સન્માન આપે છે.
આ ન્યૂ એરામાં, હિન્દી ભાષાનું પ્રભુત્વ અને ગરિમા જાળવી રાખવા હિન્દીમાં જ ઘણા સોફ્ટવેર પણ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત, ગૂગલે પણ અંગ્રેજી ભાષાની સાથે સાથે ભારતમાં હિન્દી તેમજ કેટલીક પ્રાદેશિક ભાષાઓનો પણ સમાવેશ કર્યો છે. ભારતમાં ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ પણ હિન્દીનો ઉપયોગ શરૂૂ કરી દીધો છે. હિન્દી હાલમાં દેશમાં સૌથી ઝડપથી વિકસતી ભાષા છે.
વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ તેમના ફાયદા ક્યા ક્યા છે તેનો પ્રચાર બહોળા પ્રમાણમાં થાય એ હેતુથી જ આ દિવસની ભવ્ય ઉજવણી જાહેર સ્થળોએ ખાસ કરીને સ્કૂલોમાં થાય છે. જો કે ઘણા અંગ્રેજીને પ્રાધાન્ય આપતા લેભાગુ લોકો પણ છે જેમણે ખાસ સમજાવવાની જરૂૂર છે કે હિન્દીને નિમ્નકક્ષાની ગણીને પોતાને કેટલું નુકસાન થઈ રહ્યું છે. કેમ કે ભારતમાં રાષ્ટ્ર્રભાષાના સહારે જ તમે તમારી કૌશલ્યતા પૂરેપૂરી દાખવી શકો છો. ગમે તેવો નિપુણ વિદ્યાર્થી પણ પોતાની ભાષામાં જે પ્રભુત્વ પાડી શકે છે તેવું પ્રભુત્વ બીજી એક પણ ભાષામાં શક્ય નથી.
દરેક ભારતીય આ વર્ષે પણ હિન્દી દિવસને ભવ્ય રીતે ઉજવી, આવનારી પેઢીને એનું અનેરું મૂલ્ય સમજાવીએ. સ્કૂલો, કોલેજો કે આસપાસના તમામ ભારતીય નાગરિકોમાં જાગૃતિ લાવીને મહત્વ સમજાવીએ. હિન્દીથી જ એકતા છે.