રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિમાચલ: રાજ્યસભાની બેઠક ગઇ, હવે કોંગ્રેસ સરકાર ઉપર ખતરો

11:28 AM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

ગઇકાલે યોજાયેલી હિમાચલ પ્રદેશની રાજયસભાની બેઠકમાં કોંગ્રેસના 6 અને ત્રણ સમર્થક અપક્ષોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપના હર્ષ મહાજન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંધવીને 34-34 મત મળ્યા હતા. નસીબે પણ કોંગ્રેસને નહીં પણ ભાજપને યારી આપતાં ચિઠ્ઠી ખેંચાતા ભાજપનો વિજય થયો હતો. રાજયસભાની બેઠક ગુમાવ્યા સાથે હવે સરકાર ગુમાવવાના સંજોગો સર્જાયા છે. 68મું સંખ્યાબળ ધરાવતી વિધાનસભામાં બહુમત માટે 35 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. રાજયસભાની ચુંટણીના પરિણામો પરથી જ સ્પષ્ટ થયું છે કે સુખવિંદનસિંહ સુખુ પાસે બહુમતી નથી. રાજયસભાની ચુંટણીના પરિણામ બાદ ભાજપ હવે વધુ આક્રમક બન્યો છે.
પક્ષે રાજયપાલને સમર્થક ધારાસભ્યોની યાદી આજે સવારે સોંપી હતી. બીજી બાજુ ક્રોસ વોટીંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યો આજે સિમલા પરત ફરી રહ્યા છે.

Advertisement

ભાજપના વિજેતા ઉમેદવાર મહાજને દાવો કર્યો છે કે કોંગ્રેસના 26 ધારાસભ્યો વર્તમાન મુખ્યમંત્રીથી નારાજ છે અને તેમના સંપર્કમાં છે. બીજી બાજુ સરકાર બચાવવા કોંગ્રેસ હાઇ કમાન્ડે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને હરીયાણાના પુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાને તાબડતોબ જવાબદારી સોંપી છે.રાજયસભાની ચુંટણી બાદ રાતોરાત રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે. પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભાજપ ધારાસભ્ય દળ સાથે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા અને ગૃહમાં નાણાકીય બજેટ માટે મતોના વિભાજનની માંગ કરી. જયરામ ઠાકુરે કહ્યું કે અમે રાજ્યપાલને મળ્યા અને વર્તમાન ઘટનાક્રમ વિશે માહિતી આપી. આ સરકારને સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર નથી. વિપક્ષના નેતાઓ અને ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ કુલદીપસિંહ પઠાડીયાને ગઇસાંજે મળ્યા હતા અને મતદાન દ્વારા બજેટ પસાર કરવા માગણી કરી હતી.

જયરામ ઠાકુરે કહ્યું, અમે રાજ્યપાલને છેલ્લા કેટલાક રાજયના ઘટના ક્રમોની જાણકારી આપી છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો અને વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ આપણા કારણે નહીં, પણ પોતાના કારણે મુશ્કેલીમાં છે.વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં તાજેતરની ઘટનાઓને જોતા રાજકીય દૃષ્ટિકોણથી એમ કહી શકાય કે રાજ્ય સરકારે સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.

વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નૈતિક આધાર પર પદ છોડવું જોઈએ. અમે વિધાનસભા અધ્યક્ષ પાસે માંગ કરી હતી કે કટ મોશન પણ વોટના વિભાજન દ્વારા થવું જોઈએ. જ્યારે પણ નાણાકીય ખરડો પસાર થાય છે, ત્યારે બજેટ પસાર કરવા માટે ફ્લોર ટેસ્ટ અને મતોનું વિભાજન થવું જોઈએ.

હર્ષ મહાજન એક વખત કોંગ્રેસના મજબૂત સૈનિક, હવે ભાજપના ચાણક્ય

રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની કારમી હાર બાદ સુખવિંદર સિંહ સુખુની સરકારનું પતન લગભગ નિશ્ચિત છે. ભાજપે જે રીતે કોંગ્રેસને 40 સામે 25ના જંગી માર્જિનથી હરાવ્યું છે તે પાર્ટીના વ્યૂહરચનાકારો માટે મોટો આંચકો છે અને એક પાઠ જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ટેબલો ફેરવવા માટે ભાજપે ફરી એકવાર કોંગ્રેસના જૂના પ્યાદાનો ઉપયોગ કર્યો. ભાજપમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતનાર હર્ષ મહાજન એ જ વ્યક્તિ છે જે એક સમયે કોંગ્રેસના મજબૂત સૈનિક હતા અને હવે પહાડી રાજ્યમાં કમળ ખીલે તે માટે સખત મહેનત કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના ખૂબ જ નજીક રહેલા હર્ષ મહાજન ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત મંત્રી રહી ચૂક્યા છે. ચંબાના રહેવાસી હર્ષ મહાજનના પિતા દેશરાજ મહાજન પણ કોંગ્રેસના નેતા હતા. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હર્ષ મહાજનનો હિમાચલમાં ભગવા છાવણીએ ચાણક્ય તરીકે ઉપયોગ કર્યો હતો. જ્યારથી હર્ષને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પહાડી રાજ્યના રાજકારણમાં થોડો ગરમાવો આવી શકે છે. હર્ષ મહાજન એક મહાન વ્યૂહરચનાકાર અને વીરભદ્રના મહત્વપૂર્ણ સાથી હતા. કોંગ્રેસના નાના કાર્યકરો અને તમામ મોટા નેતાઓ વચ્ચે તેમનો સંપર્ક છે. પોતાની જૂની ઓળખાણનો ઉપયોગ કરીને હર્ષ મહાજન પોતાની સાથે કોંગ્રેસના બળવાખોર જૂથમાં જોડાયા.

Tags :
CongressHimachal prdeshindiaindia newsRajya Sabha meeting
Advertisement
Next Article
Advertisement