For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં 65 ટકા અનામત સામે હાઇકોર્ટે આપેલો મનાઇ હુકમ યથાવત

04:47 PM Jul 29, 2024 IST | admin
બિહારમાં 65 ટકા અનામત સામે હાઇકોર્ટે આપેલો મનાઇ હુકમ યથાવત

સુપ્રીમ કોર્ટનો નીતિશ સરકારને ઝટકો

Advertisement

બિહાર સરકારને સોમવારે (29 જુલાઈ) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ત્યારે તેની સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે બિહાર સરકારના તે નિર્ણયને રદ કર્યો હતો, જેમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પછાત વર્ગ માટે અનામત વધારવામાં આવી હતી.

Advertisement

બિહાર સરકારે પછાત વર્ગો, જઈ અને જઝ સમુદાયના લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે. બિહાર સરકાર દ્વારા અનામત મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો.

ત્યારે રાજ્યના નિર્ણયની બંધારણીય માન્યતાને પડકારતી અનેક અરજીઓ પટના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે માર્ચમાં આ સંદર્ભે દાખલ કરાયેલી રિટ પીટીશનની બેચ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

આ પછી 20 જૂને હાઈકોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્ય દ્વારા નિર્ધારિત 65 ટકા અનામતની મર્યાદા રદ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement