ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આદિવાસી અને છેવાડાના ગામડાંમાં મેડિકલ સુવિધામાં સુધારાનો પ્લાન માગતી હાઇકોર્ટ

11:39 AM Oct 18, 2024 IST | admin
Advertisement

છોટાઉદેપુરના તુરખેડા ગામની ઘટના બાદ સરકારનો કાન આમળ્યો

Advertisement

છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ તુરખેડામાં એક સગર્ભા મહિલાને કપડાંના સ્ટ્રેચર પર લઇ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હોવાની ઘટનાની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે સુઓમોટો રિટ પિટિશન કરી છે. આ રિટની સુનાવણી ગુરુવારે થઇ હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકારને મૌખિક નિર્દેશ આપ્યા છે કે,થરાજ્યના આદિવાસી અને છેવાડાના ગામમાં મેડિકલ સુવિધાઓમાં સુધારા અંગેનો પ્લાન સ્થાનિક કલેક્ટર રજૂ કરે.આ કેસની વધુ સુનાવણી દિવાળી બાદ 29મી નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.

આ કેસમાં હાઇકોર્ટે એવી ટકોરી કરી હતી કે,થઘટના બની એ ગામથી સબ સેન્ટર પાંચ કિ.મી. દૂર છે અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર 25 કિ.મી. દૂર છે ત્યારે આવા રિમોટ ગામ માટે વધુ ફોર્સ અને સુવિધાઓ નજીકમાં હોવી જોઇએ. તેથી સ્થાનિક કલેક્ટરનો રિપોર્ટ લઇને સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરો. રિમોટ અને ટ્રાઇબલ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓને પ્રાથમિકતા આપવી જોઇએ. પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધી જતી એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારો. આ વિસ્તારો માટે કઇ વધુ સારી સુવિધાઓ આપી શકાય એ મતલબનો રિપોર્ટ આપતું સોગંદનામું કરવામાં આવે.

કોર્ટ મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાઇકોર્ટે સુઓમોટોમાં જે આદેશ કર્યો છે એ જ આ જાહેરહિતની અરજીના મુખ્ય મુદ્દા છે. તે ઉપરાંત રાજ્ય સરકારમાં આદિવાસી અને છેવાડાના ગામડાં સુધી કયા પ્રકારની મેડિકલ સુવિધાઓ છે. તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વિશે જ કોર્ટે સરકારનો ખુલાસો માગવો જોઇએ. તે સિવાય કઇ ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ હોવી જોઇએ એ માટે પણ દિશાનિર્દેશો નક્કી થવા જોઇએ. આ ત્રણેય મુદ્દે પણ આ કેસમાં હકીકતો અને સમાધાન સામે આવવા જોઇએ.

આ મામલે ત્રીજી ઓક્ટોબરે હાઇકોર્ટની ખંડપીઠે સુઓમોટો લઇને આદેશમાં નોંધ્યું હતું કે,થઅમારું માથું શરમથી ઝૂકી જાય છે કે, અમારે મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મતિથિએ આવા સમાચાર વાંચવા પડે છે. સમાચાર દર્શાવે છે કે, એક સગર્ભા સ્ત્રી કે જેને પકપડાંના સ્ટ્રેચર પર લઈ જવાયા પછીથ કોઈ રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પીકઅપ પોઈન્ટ તરફ જતા એ રસ્તામાં મૃત્યુ પામી હતી.થ ખંડપીઠે રાજ્યની પસ્થિતિથ પર વ્યથા વ્યક્ત કરી હતી.

Tags :
highcourtindiaindia newsudaypur
Advertisement
Next Article
Advertisement